________________
મુક્તિદ્વાચિંશિકા | શ્લોક-૧-૨-૩ સત્કાર્તિમાત્રવૃત્તિપણું હેતુ છે. દીપત્રની જેમ દૃષ્ટાંત છે.
આ પ્રમાણે તાર્કિક એવા તૈયાયિકોએ પ્રકૃષ્ટ દુઃખધ્વંસ મુક્તિ છે અને મહાપ્રલયમાં સર્વ જીવોનો પ્રકૃષ્ટ દુઃખધ્વંસ થાય છે તેને સિદ્ધ કરવા જે અનુમાનપ્રમાણ બતાવ્યું તે અસંગત છે. કેમ અસંગત છે ? તેમાં ગ્રંથકારશ્રી શ્લોક-૩માં હેતુ આપે છે –
વૃત્તિવિશેષ ઇષ્ટ હોતે છતે બાધ છે. અન્યથા=વૃત્તિવિશેષ ઇષ્ટ ન હોય અને સંબંધમાત્ર ઇષ્ટ હોય તો, અર્થાતરનો અવ્યય અનુદ્ધાર, છે.
નૈયાયિકો દુઃખના અભાવરૂપ મોક્ષને માને છે અને દુઃખનો અત્યંતભાવ થઈ શકે છે તેમ સિદ્ધ થાય તો જ મુક્તિ સિદ્ધ થઈ શકે છે, તેથી દુ:ખનો અત્યંતભાવ સંભવી છે તે બતાવવા માટે તૈયાયિકો અનુમાન કરે છે અને તે અનુમાન દ્વારા સ્થાપન કરે છે કે દુઃખનો અત્યંત અભાવ મોક્ષમાં છે, અને મહાપ્રલયકાળમાં છે. આ પ્રમાણે સિદ્ધ કરવા પાછળ તૈયાયિકોનો આશય એ છે કે મહાપ્રલયકાળમાં બધા જીવોના દુઃખનો અભાવ થાય છે, માટે બધા જીવો મોક્ષમાં જવા યોગ્ય છે. અને હું પ્રયત્ન કરીશ તો મહાપ્રલયકાળની પ્રાપ્તિ પૂર્વે મને મોક્ષ પ્રાપ્ત થઈ શકે તેવો નિર્ણય થવાથી મોક્ષના અર્થી જીવોને મોક્ષાર્થક પ્રવૃત્તિ થઈ શકે છે.
દુઃખનો અત્યંત અભાવ થઈ શકે તેની સિદ્ધિ કરવા માટે તૈયાયિકે દુઃખમાં રહેલ દુઃખત્વ જાતિને પક્ષ કરેલ છે અને તે દુઃખત્વજાતિરૂપ પક્ષનું વિશેષણ આપેલ છે કે આત્મા અને કાળથી અન્ય એવા આકાશાદિ, તે આકાશાદિમાં વર્તતો-રહેલો, જે શબ્દાદિનો ધ્વંસ, તેના પ્રતિયોગી એવા શબ્દાદિમાં અવૃત્તિવાળું એવું ન રહેવાવાળું એવું, દુઃખત્વ છે.
આનાથી એ પ્રાપ્ત થાય કે આત્મા અને કાળમાં દુ:ખનો ધ્વંસ રહે છે, તે સિવાય અન્ય ક્યાંય દુઃખનો ધ્વંસ અન્ય કોઈ સંબંધથી રહે છે તે પક્ષ તરીકે અભિમત નથી; કેમ કે મહાપ્રલયકાળમાં દુઃખનો ધ્વંસ રહે છે માટે કાળમાં દુઃખનો ધ્વંસ રહે છે, અને મુક્તઅવસ્થામાં દુઃખનો ધ્વંસ રહે છે માટે આત્મામાં દુઃખનો ધ્વંસ રહે છે તેના પ્રતિયોગીમાં રહેલ દુઃખત્વ પ્રસ્તુતમાં પક્ષરૂપે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org