________________
મુક્તિદ્વાચિંશિકા | શ્લોક-૧-૨-૩
સંબંધથી દુઃખધ્વસ રહે છે. માટે દુઃખત્વ આત્મ-કાલાન્ય દેહાદિ-ઘટાદિગતદુઃખäસપ્રતિયોગી એવા દુઃખમાં રહી જવાથી અસિદ્ધિદોષ તો આવે જ છે. તેનું નિવારણ કરવા માટે કહે છે –
“માત્માનપત્ર .. તાવણ્યમ્ ! અને આત્મ-કાળપદથી આત્માની શરીરાદિ ઉપાધિનું અને કાળની ઘટ-પટાદિ ઉપાધિનું ગ્રહણ હોવાથી તેનું અસિદ્ધિનું, તાદવથ્ય નથી=અસિદ્ધિદોષ આવતો નથી. II૧JI ભાવાર્થ - સંપૂર્ણ દુઃખનાશ મહાપ્રલયમાં થાય છે તે સિદ્ધ કરવા તૈયાચિકે સ્વીકારેલ ‘ ડુત્વ' રૂપ પક્ષના નૈયાચિક દ્વારા સ્વીકારાયેલ વિશેષણનો પરિષ્કાર:
આત્મા નિત્ય છે તેમ આત્મામાં દુઃખની પ્રાપ્તિ પણ નિત્ય છે, તેમ સ્વીકારીએ તો મુક્તિ સિદ્ધ થાય નહીં. આત્મામાં વર્તતા દુઃખનો અત્યંત નાશ થઈ શકે છે તેમ શાસ્ત્રવચનથી સ્વીકારીએ તો અત્યંત દુઃખના નાશરૂપ મુક્તિ છે તેમ સિદ્ધ થઈ શકે; કેમ કે સંપૂર્ણ દુઃખનો નાશ થાય છે કે નથી થતો તે અર્વાગુદષ્ટિ જીવનો=છમસ્થ જીવનો, વિષય નથી. વળી શાસ્ત્રવચનથી દુઃખના અત્યંત નાશરૂપ મુક્તિ સ્વીકાર્યા પછી પોતે મુક્તિમાં જવાને યોગ્ય છે કે નહીં તેનો નિર્ણય કરવા માટે મહાપ્રલયમાં સર્વની મુક્તિ થાય છે તે સ્વીકારવું આવશ્યક છે તેમ તૈયાયિક માને છે અને મહાપ્રલયમાં સર્વ જીવોના દુઃખનો અત્યંત નાશ થઈ શકે છે તે અનુમાનપ્રમાણ દ્વારા બતાવવા અર્થે તૈયાયિકો અનુમાન કરવા દુઃખમાં રહેલા દુઃખત્વને પક્ષ કરે છે અને તે પક્ષનું વિશેષણ આપે છે કે “માત્માનાäસપ્રતિયોગિન્યવૃત્તિમ”=આત્મા અને કાળથી અન્યમાં રહેનારો જે ધ્વસ તે ધ્વસના પ્રતિયોગી એવા પદાર્થમાં અવૃત્તિવાળું, દુઃખત્વ (પક્ષ) છે.
આ પ્રકારનું પક્ષનું વિશેષણ આપવાથી જેમ દુઃખત્વ દુઃખમાં રહે છે અને તે દુઃખ આત્મામાં રહે છે અને કાળમાં રહે છે, તેમ તે દુઃખ શબ્દાદિમાં પણ રહે છે તેવો કોઈકને ભ્રમ થાય તો તેનું નિવારણ થાય છે. અર્થાત્ નૈયાયિકોને આત્મામાં દુઃખ રહે છે અને કાળમાં દુઃખ રહે છે તે અભિમત છે, પરંતુ આત્મા અને કાળથી અન્ય એવા આકાશાદિમાં રહેનારા શબ્દાદિમાં દુઃખત્વની કોઈક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org