________________
મુક્તિદ્વાચિંશિકા | શ્લોક-૧-૨-૩ વર્ધમાનાચાર્યે કરેલા લક્ષણમાં અસમાનદેશની અપ્રસિદ્ધિ થાય એમ અવય છે.
આ રીતે વર્ધમાનાચાર્યે કરેલા લક્ષણમાં તત્ તત્વ=તે તે, ભેદનો નિવેશ કરીએ તો તે લક્ષણ સંગત થાય એમ ગ્રંથકારશ્રીએ કહેલ છે. હવે વર્ધમાનાચાર્યે કહેલ લક્ષણમાં શું સ્વીકારવું ઉચિત છે તે વસ્તુત:' થી કહે છે –
વસ્તુતઃ વૈવર્ચ્યુમ્ વસ્તુતઃ સમાતાધિકરણમાં રહેલા દુઃખના પ્રાગભાવના અસમાનકાલીન એવો જે દુઃખધ્વંસ મુક્તિ છે એ એક લક્ષણ છે અને બીજું સમારકાલીન એવા દુ:ખપ્રાગભાવના–દુ:ખધ્વંસના સમારકાલીન એવા દુઃખપ્રાગભાવતા, અસમાનાધિકરણ એવો દુઃખધ્વંસ મુક્તિ છે, એ પ્રમાણે લક્ષણદ્વયમાં બે લક્ષણકરવામાં, તાત્પર્ય છે. તેથી અસમાનદેશત્વના વિવેચનમાં અન્યતર વિશેષણનું વૈયર્થ વ્યર્થપણું નથી અર્થાત્ જો મુક્તિના બે લક્ષણો કરવામાં ન આવે અને વર્ધમાનાચાર્યે જે પ્રમાણે એક લક્ષણ કરેલ છે તે પ્રમાણે એક જ લક્ષણ કરવામાં આવે તો વર્ધમાનાચાર્યે કરેલા લક્ષણમાં અસમાનદેશત્વનું વિવેચન કરવું પડે અને અસમાનદેશત્વનું વિવેચન કરવામાં આવે ત્યારે સમાનકાલીન અથવા સમાતાધિકરણ એ રૂ૫ બે વિશેષણોમાંથી એક વિશેષણને વ્યર્થ માનવાનો પ્રસંગ આવે. ભાવાર્થનૈયાયિકોના મતે પ્રકૃષ્ટ દુઃખધ્વંસ મુક્તિ છે, તે પ્રકૃષ્ટ દુઃખધ્વંસનું વર્ધમાનાચાર્યે કરેલું લક્ષણ -
નૈયાયિકો મોક્ષને દુઃખના અભાવરૂપ સ્વીકારે છે, સુખરૂપ સ્વીકારતા નથી, તેથી તેઓ કહે છે –
સંસારી જીવોમાં જે દુઃખનો ધ્વંસ છે તે પ્રકૃષ્ટ દુઃખનો ધ્વંસ નથી, પરંતુ કોઈ દુઃખ જાય છે તોપણ આગામીમાં થનાર અન્ય દુઃખ પ્રાગભાવરૂપે વિદ્યમાન છે અને પ્રકૃષ્ટ દુઃખનો ધ્વંસ મુક્તિ છે=ભાવિમાં ક્યારેય દુઃખની પ્રાપ્તિ ન થાય તેવો દુઃખધ્વસ મુક્તિ છે. તે પ્રકૃષ્ટ દુઃખધ્વંસને બતાવવા માટે તૈયાયિકના કોઈક વિદ્વાન વર્ધમાનાચાર્ય થયા, તેમણે પોતાના ગ્રંથમાં પ્રકૃષ્ટ દુઃખધ્વસ મુક્તિનું લક્ષણ કરતાં કહ્યું કે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org