________________
મુક્તિાસિંશિકા | સંક્ષિપ્ત સંકલના. બૌદ્ધદર્શનકારને માન્ય મુક્તિનું સ્વરૂપ અને તેની સ્પષ્ટતાઃ
બૌદ્ધદર્શનકારો આલયવિજ્ઞાનની સંતતિને મોક્ષ કહે છે અને તેઓ બે પ્રકારનું વિજ્ઞાન માને છે : (૧) આલયવિજ્ઞાન અને (૨) પ્રવૃત્તિવિજ્ઞાન.
સંસારી જીવોને પ્રવૃત્તિવિજ્ઞાન છે તેથી અનેક પ્રકારની પ્રવૃત્તિઓ કરીને સંસારી જીવો સદા રાગાદિ ઉપદ્રવવાળા રહે છે અને સિદ્ધના આત્મામાં પ્રવૃત્તિવિજ્ઞાન નથી પરંતુ પોતાના સ્વરૂપમાં તેઓ લય પામે છે અને પોતાના સ્વરૂપમાં લય પામેલ વિજ્ઞાનની સંતતિ તે જ મોક્ષ છે. જે રાગાદિ ક્લેશ વગરની અવસ્થારૂપ છે અને રાગાદિ ક્લેશ વગરની અવસ્થારૂપ મુક્તિ સ્વીકારવામાં જૈનદર્શનકારને કોઈ વિરોધ નથી. આમ છતાં બૌદ્ધદર્શનકારો અન્વયી આત્મા માનતા નથી. જે આત્મા સંસારી છે તે સાધના કરીને મુક્ત થયો તે વચન અન્વયી દ્રવ્ય ન સ્વીકારવાથી સંગત થાય નહીં. તેથી તેનું ગ્રંથકારશ્રી ઉપાધ્યાયજી મહારાજે ખંડન કરેલ છે. સાંખ્યદર્શનકારને માન્ય મુક્તિનું સ્વરૂપ અને તેની સ્પષ્ટતા :
સાંખ્યદર્શનકારો આત્માના સ્વરૂપમાં અવસ્થાન તે મુક્તિ છે તેમ માને છે અને સિદ્ધના આત્માઓ કર્મ વગરના હોવાથી પુગલના સંશ્લેષવાળા નથી, તેથી પોતાના સ્વરૂપમાં તેમનું અવસ્થાન છે, માટે મુક્તિનું તેવું સ્વરૂપ જૈનદર્શનકારને પણ સંમત છે. ફક્ત સાંખ્યદર્શનકાર આત્માને કૂટનિત્ય માને છે તેથી પૂર્વમાં આત્માનું સ્વરૂપમાં અવસ્થાન ન હતું અને સાધના કરીને મોક્ષ પ્રાપ્ત થાય છે ત્યારે આત્મા સ્વરૂપમાં અવસ્થાન પ્રાપ્ત કરે તે કથન આત્માને પરિણામી માન્યા સિવાય તેમના મતે સંગત થતું નથી.
વળી, કેટલાક અન્ય વિદ્વાનો અગ્રિમ આગળનું ચિત્ત ઉત્પન્ન ન થાય એ રીતે પૂર્વના ચિત્તની નિવૃત્તિને મોક્ષ કહે છે, તે પ્રમાણે વિચારીએ તો એ પ્રાપ્ત થાય કે, સંસારઅવસ્થામાં પૂર્વ-પૂર્વના ચિત્તની નિવૃત્તિ થાય છે અને ઉત્તરઉત્તરના ચિત્તની નિષ્પત્તિ થાય છે, પરંતુ જ્યારે સાધના કરીને મોક્ષ થાય છે ત્યારે આગળનું ચિત્ત ઉત્પન્ન ન થાય એ રીતે પૂર્વના ચિત્તની નિવૃત્તિ થાય છે. તેને ગ્રંથકારશ્રી ઉપાધ્યાયજી મહારાજ કહે છે કે એ રીતે સ્વીકારીએ તો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org