________________
મુક્તિદ્વાચિંશિકા | પ્રાસ્તાવિક સર્વજ્ઞકથિત પદાર્થોનું ક્યાંય અવમૂલ્યન થઈ ન જાય તે માટે પૂરો પ્રયત્ન કરેલ હોવા છતાં છબસ્થતાને કારણે કોઈ ક્ષતિ રહી હોય, કે તરણતારણ શ્રીજિનેશ્વરદેવોની આજ્ઞાવિરુદ્ધ કે ગ્રંથકારશ્રીના આશયવિરુદ્ધ અનાભોગથી ક્યાંય પદાર્થનું નિરૂપણ થયેલ હોય તો ત્રિવિધ ત્રિવિધે “મિચ્છા મિ દુક્કડું' માંગું છું અને શ્રુતવિવેકીજનો તેનું પરિમાર્જન કરે એમ ઇચ્છું છું.
પ્રાંતે મોક્ષ જીવ માટે મહોદયરૂપ છે અને તે મુક્તિના સ્વરૂપની પ્રસ્તુત બત્રીશીમાં મીમાંસા કરેલ છે તે મુક્તિના પારમાર્થિક સ્વરૂપનો જિનવચનાનુસાર બોધ કરીને ગ્રંથકારશ્રી ઉપાધ્યાય યશોવિજયજી મહારાજ સાહેબને પરમાનંદની અનુભૂતિ થયેલ છે; કેમ કે મુક્તિમાં જીવની આવી પરમ સુખમય શ્રેષ્ઠ અવસ્થા છે અને તેનો ઉપાય જિનવચનાનુસાર પ્રવૃત્તિ છે અને જિનવચનાનુસાર તેવી પ્રવૃત્તિ કરીને પોતે મુક્તિને પ્રાપ્ત કરી શકશે એવું જ્ઞાન થવાથી પરમાનંદથી પુષ્ટ થયેલા ગ્રંથકારશ્રી પરમ સુખમય એવી મુક્તિની પ્રાપ્તિ માટે બદ્ધવીર્યવાળા થયા છે તે પ્રમાણે હું અને સૌ કોઈ લઘુકર્મી ભવ્યજીવો પરમ સુખમય એવી મુક્તિની પ્રાપ્તિ માટે બદ્ધવીર્યવાળા થઈને વીતરાગભાવની સન્મુખ-સન્મુખતર ગમન કરીને વીતરાગભાવની પ્રકર્ષની ભૂમિકાને પામીને વીતરાગતુલ્ય બની સર્વકર્મથી વિનિર્મુક્ત થઈ નિજ શુદ્ધસ્વરૂપના ભોક્તા બની શાશ્વત સુખને પામીએ એ જ અભ્યર્થના.
- “pજ્યાગમતુ સર્વગીવાનામ” - વિ. સં. ૨૦૬૫,
વ્યાખ્યાનવાચસ્પતિ પરમપૂજ્ય આચાર્ય ભગવંત મહા સુદ ૧૫,
શ્રીમદ્વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના તા. ૯-૨-૨૦૦૯, સોમવાર, સામ્રાજ્યવર્તી તથા પરમ પૂજ્ય સમતામૂર્તિ એફ-૨, જેઠાભાઈ પાર્ક, પ્રવર્તિની સાધ્વીજી રોહિતાશ્રીજી મહારાજના નારાયણનગર રોડ, શિષ્યરત્ના સાધ્વીજી ચંદનબાલાશ્રી પાલડી, અમદાવાદ-૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org