________________
૨
મુક્તિદ્વાત્રિંશિકા | પ્રાસ્તાવિક કેમ બની શકત ? વર્તમાનમાં તત્ત્વ કે સાર પામવા માટે આલંબનરૂપ આ ગ્રંથ અનેક શાસ્ત્રોના નિચોડરૂપ અમૂલ્ય ખજાનો છે.
“દ્વાત્રિંશદ્વાત્રિંશિકા” ગ્રંથનું આ ૩૧મું પ્રકરણ “મુક્તિદ્વાત્રિંશિકા” છે. ૩૦મી કેવલિભુક્તિવ્યવસ્થાપનબત્રીશીમાં યુક્તિપૂર્વક સ્થાપન કર્યું કે કેવલી કવલાહાર કરે છે છતાં પણ ચાર ઘાતિકર્મના ક્ષયથી કૃતાર્થ છે, આમ છતાં કેવલી પણ સર્વથા કૃતાર્થ નથી, પરંતુ કેવલી મુક્તિને પામશે ત્યારે સર્વથા કૃતાર્થ થશે, એથી કેવલીભુક્તિવ્યવસ્થાપનબત્રીશી કહ્યા પછી મુક્તિના વિષયમાં ઘણી વિપરીત માન્યતાઓ છે તેના નિરાસથી પ્રસ્તુત બત્રીશીમાં મુક્તિનું સ્વરૂપ ગ્રંથકારશ્રી ઉપાધ્યાય યશોવિજયજી મહારાજ સાહેબે બતાવેલ છે.
પ્રસ્તુત ‘મુક્તિદ્વાત્રિંશિકા'માં નૈયાયિક, ત્રિદંડી, બૌદ્ધદર્શનકાર, અન્ય વિદ્વાનો, સાંખ્યદર્શનકાર, ચાર્વાકદર્શનકાર, તૌતાતિતમત, વેદાંતી અને જૈનદર્શનને માન્ય મુક્તિનું સ્વરૂપ અને તેની ચર્ચા કરેલ છે. ત્યારપછી મુક્તિના વિષયમાં નયોની અભિવ્યક્તિ કરતાં ગ્રંથકારશ્રી ઉપાધ્યાયજી મહારાજાએ જણાવેલ છે કે ‘ઋજુસૂત્રાદિ ચાર નયો અનુસાર જ્ઞાન, સુખાદિની પરંપરા મુક્તિ છે, સંગ્રહનય અનુસાર આવરણના ઉચ્છેદથી વ્યંગ્ય એવું સુખ મુક્તિ છે અને વ્યવહારનય અનુસાર પ્રયત્નસાધ્ય કર્મોનો ક્ષય મુક્તિ છે.' વ્યવહારનયથી કર્મોનો ક્ષય મુક્તિ છે તેમ કહ્યું ત્યાં અર્થથી સંપૂર્ણ કર્મક્ષય મુક્તિ છે એવો અર્થ જાણવો; કેમ કે સર્વ કર્મના ક્ષયથી મોક્ષની પ્રાપ્તિ છે.
આ મુક્તિબત્રીશીમાં આવતાં પદાર્થોની સંક્ષિપ્ત સંકલના અને વિષયાનુક્રમણિકા વાંચવાથી આ બત્રીશીમાં મુક્તિના સ્વરૂપની જે વિશદ ચર્ચા કરેલ છે તેનો સ્પષ્ટ બોધ થશે અને વિશેષ તો પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજની ટીકા અનુસાર શબ્દશઃ વિવેચન તૈયાર કરેલ છે તે વાંચતાં પરમાનંદની અનુભૂતિ થશે.
મારી અત્યંત નાદુરસ્ત તબિયત થઈ જવાથી જંઘાબળ ક્ષીણ થતાં અમદાવાદ મુકામે મારે સ્થિ૨વાસ કરવાનું બન્યું, અને પ્રજ્ઞાધન સુશ્રાવક પંડિતવર્ય શ્રી પ્રવીણભાઈ પાસે યોગવિષયક અને અધ્યાત્મવિષયક સંવેગ-વૈરાગ્યવર્ધક ગ્રંથોના વાચનનો સુંદર સુયોગ પ્રાપ્ત થયો. નાદુરસ્ત તબિયતમાં પણ પરમાત્માની કૃપા, ગુરુકૃપા, શાસ્ત્રપા અને ગ્રંથકારશ્રીની કૃપાથી ૩૧મી ‘મુક્તિબત્રીશી’ ના શબ્દશઃ વિવેચનની સંકલનાનો આ પ્રયાસ સફળ થયો છે. ગ્રંથના વિવરણમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org