________________
મુક્તિદ્વાવિંશિકા સંક્ષિપ્ત સંકલના
૩૧મી “મુક્તિદ્વાáિશિકા'માં આવતા પદાર્થોની
સંક્ષિપ્ત સંકલના
સંસારી જીવોને પ્રાપ્ત કરવા યોગ્ય મોક્ષ છે, અને તે મોક્ષનું સ્વરૂપ કેવા પ્રકારનું છે તેનો બોધ કરાવવા અર્થે પ્રસ્તુત “મુક્તિબત્રીશી'માં મોક્ષને માનનારા તે તે દર્શન અનુસાર મોક્ષનું સ્વરૂપ અને તે મોક્ષનું સ્વરૂપ સ્યાદ્વાદીઓને કઈ રીતે અભિમત છે તે બતાવીને મોક્ષના પારમાર્થિક સ્વરૂપનો બોધ કરાવવા માટે પૂજ્ય ઉપાધ્યાય યશોવિજયજી મહારાજા કહે છે – નૈચાયિકમાન્ય મુક્તિનું સ્વરૂપ અને તેની સ્પષ્ટતા :
નૈયાયિકો મોક્ષને અત્યંત દુઃખના અભાવ સ્વરૂપ સ્વીકારે છે અને જૈનદર્શનકને પણ મોક્ષ દુઃખના અત્યંત અભાવ સ્વરૂપ અભિમત છે. તેથી શ્લોક-૧માં વર્ધમાનાચાર્યે રચેલા ગ્રંથમાં પ્રકૃષ્ટદુઃખધ્વંસરૂપ મોક્ષ કહેલ છે અને તેનું જે લક્ષણ કરેલ છે તે લક્ષણમાં કઈ રીતે પરિષ્કાર આવશ્યક છે તેની સ્પષ્ટતા ગ્રંથકારશ્રી ઉપાધ્યાયજી મહારાજે કરેલ છે અને તેનાથી બે પ્રકારનું મુક્તિનું લક્ષણ કઈ રીતે પ્રાપ્ત થાય છે તે બતાવેલ છે અને તે મુક્તિનું લક્ષણ જૈનદર્શનકારને પણ અભિમત છે, આથી જ જીવ જ્યારે મોક્ષ પામે છે ત્યારે કહેવામાં આવે છે કે સર્વ દુઃખોનો અંત કરે છે. ત્રિદંડીમાન્ય મુક્તિનું સ્વરૂપ અને તેની સ્પષ્ટતાઃ
ત્રિદંડીમતવાળા પરમાત્મામાં જીવાત્માનો લય મુક્તિ માને અને તે લયનો અર્થ દેહના નાશરૂપ લિંગનો વ્યત્યય જો તેઓ સ્વીકારે તો તેવી મુક્તિ જૈનદર્શનકાર પણ સ્વીકારે છે; કેમ કે નામકર્મના ક્ષયથી શરીરાદિ રહિત અવસ્થા મોક્ષમાં છે અને મોક્ષમાં રહેલા પરમાત્મા સાથે મોક્ષને પામનાર જીવ સદશ સ્વરૂપવાળા થાય છે. તે અપેક્ષાએ જીવાત્માઓ પરમાત્મામાં લય પામ્યા છે તેમ સ્વીકારવામાં કોઈ દોષ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org