________________
૧૦
કલશામૃત ભાગ-૫
મારે ! વનસ્પતિ આટલી ઊગેલી એમાં સર્પો અને વીંછી ! રસ્તો ન મળે, આ ક્યાં જવાનું હશે ? ક્યાંય ન મળે, ક્યાંય ગામ ન મળે. બહુ લખાણ આવ્યું છે. પણ માળી બાઈ, છોડી એવી (સાહસિક કે) એમને એમ એક 'દી કાપ્યો, બે દિ કાપ્યા, ત્રણ દિ કાપ્યા. ત્યાં ખાવાની વનસ્પતિ ઝેર જેવી ! આહાહા...! પણ એમને એમ થોડો થોડો દેહ નભાવ્યો. અને જ્યાં જાય ત્યાં ઝેરીલા જનાવરે પગમાં બટકાં ભર્યા અને પગ સડ્યા ! પગ સડ્યો ! પગ સડ્યો અને પગમાં જીવડાં પડ્યા ! જંગલમાં કયાંય રસ્તો ન મળે. આહા...હા....!
એમ અગિયાર દિ ને બાર દિ થયા ત્યાં ચાલતાં ચાલતાં એક ઝૂંપડી દેખી. એ ઝૂંપડી શિકારીઓની હતી. શિકારીઓ ત્યાં મહિને-બે મહિને શિકાર કરવા આવતા. આને તાકડે આયુષ્ય છે ને ? એ શિકારીઓ બારમે દિએ ત્યાં ઝૂંપડીમાં આવ્યા અને આ છોડીને જોઈ. અરે..! અહીં ક્યાંથી આ !? પગમાં એવું પડી, જીવડાં પડ્યા ! ચારે કોર ઝેરી જનાવરો(એ) બટકા ભર્યા છે). આખું શરીર (સોજી) ગયું ! (શિકારીઓ પૂછે છે), તું અહીં કયાંથી ? (તો છોડી કહે છે), વિમાન તૂટી ગયું, બધા મરી ગયા અને હું એક રહી ગઈ. આ.હા...! જુઓ ! આયુષ્ય હોય તો કેવું થયું? પેલા શિકારી શિકાર કરવા ઝૂંપડીમાં મહિને-બે મહિને આવતા. જંગલમાં ઝૂંપડી ! કયાંય ગામ નહિ. ત્યાં જોગ મળી ગયો. બાઈને ઉપાડીને દવાખાને લઈ ગયા. પેલા મોટા જીવડાં પગમાં પડેલા (એ) કાઢી નાખ્યા.
મુમુક્ષુ :- શિકારી દવાખાને લઈ ગયા ?
ઉત્તર :- શિકારી દવાખાને લઈ ગયા. ગામમાં લઈ ગયા, (એકલી છોડી જંગલમાં (કેમ રહે ?) માણસને આમ તો દયા આવી જાય ને ? એકલી જંગલમાં ! જનાવર, સર્પ ! વાંદરા ને સર્પો આમ ફૂંફાડા મારે ! અને એકલા ઝેરીલા જનાવરો ! (એવામાં) ઈ છોડીએ અગિયાર દિ કાઢ્યા, ભાઈ ! એ લોકોએ પછી ખાવાનું કીધું, પૂછ્યું, “બેન ! તું આ વનસ્પતિ ખા. ઈ ઝેરીલી નથી, તું ખા.” ઈ ખાધી. વનસ્પતિ ઘણી જાતની હોય ને ? ઈ ઓળખે નહિ અને ઝેરીલી વનસ્પતિ ! અને પેલા જાણીતા. “આ તું ખા, બા ! આ ખા.” એને (પછી) દવાખાને લઈ ગયા. પછી તો બરાબર) થઈ ગઈ. પણ એની વાત લખી છે, ત્રાસદાયક ! સાંભળતાં ત્રાસ થાય !!
જંગલમાં ઝેરી જનાવરો ! વરસાદના ધોધ પડે ! પાણી ને નદીઓ ચાલી જાય ! આટલી આટલી વનસ્પતિ ઊગેલી એમાં સર્પો અને વીંછી આ પગ ક્યાં મૂકવો ? જ્યાં પગ મૂકે ત્યાં કરડે ! પણ આયુષ્યની સ્થિતિ હતી તો) એને આ ઝૂંપડી મળી ગઈ અને એને વિશ્વાસ આવ્યો. ત્યાં પેલા આવ્યા અને એને લઈ ગયા. આવ્યું છે, કાલે છાપામાં લખાણ આવ્યું છે. અહીં માસ્તર છે ને ? ઈ કાપલી મૂકી ગયા હતા. વાંચનથી ત્રાસ (થાય) !
જુવાન બાઈ ! જંગલમાં કોઈ ન મળે ! (સર્પો) ફૂંફાડા મારે ! દેડકાઓ, ઝેરી દેડકા ! ઈ દેડકો પગમાં) મારે તો પગમાં ઝેર ચડી જાય ! આખું શરીર ઝેર ઝેર થઈ જાય !!