________________
વળી તેમણે વૈજ્ઞાનિક મંતવ્યની નોંધ પણ અનેક સ્થળે કરી છે, એટલું જ નહિ પણ જ્યાં તેની ત્રુટિઓ દેખાણું, ત્યાં તેનું નિરસન કરી જૈન સિદ્ધાંતની શ્રેષ્ઠતા પણ સાબીત કરી છે..
આ ગ્રંથની રચના સુંદર શલિથી કરવામાં આવી છે. પ્રથમ ભૂમિકા–ખંડમાં જિનાગમ અને પ્રકરણગ્રંથનું પ્રામાણ્ય દર્શાવીને આધુનિક વૈજ્ઞાનિક મતનું નિરસન કર્યું છે અને જીવની સિદ્ધિ કરનારા પ્રમાણેની ખૂબ જ સુંદર રજૂઆત કરી છે. તે સાથે આ પ્રકરણગ્રંથની ખાસ ઉપયોગિતા પણ સમજાવી છે અને તેના રચયિતા વિષે સારે એ પરામર્શ કરીને વાદિવેતાલ શ્રી શાંતિસૂરિજીને ઠીક ઠીક પરિચય આપે છે. બીજા ખંડમાં જીવોનું વર્ગીકરણ બતાવવામાં આવ્યું છે અને સાથે સાથે ઘણી ઉપયોગી માહિતી પણ આપવામાં આવી છે. ત્રીજા પંચ-દ્વાર ખંડમાં જીના શરીરમાન, આયુષ્ય,
કાયસ્થિતિ, પ્રાણ તથા નિઓ સંબંધી નિરૂપણ કર્યું છે અને છેવટે ૧૧ જેટલાં પરિશિષ્ટ આપીને આ ગ્રંથની ઉપયોગિતામાં ઘણે વધારો કર્યો છે.
શિક્ષકોએ, વિદ્યાથીઓને જીવ-વિચાર–પ્રકરણને અભ્યાસ કરાવતાં પહેલાં આ ગ્રંથ ધ્યાનથી વાંચી જવાની જરૂર છે અને ખુદ વિદ્યાથીઓએ પણ તેનું પુનઃ પુનઃ વાંચન-મનન કરવા જેવું છે. સંઘ, સંસ્થાઓ તથા પુણ્યશાળી આત્માઓએ આવા સાહિત્યને પ્રચાર કરવા માટે કટિબદ્ધ થવું જોઈએ. એક સુંદર ગ્રંથની રચના થાય, પણ તેને જોઈએ તે પ્રચાર ન થાય તે શું કામનું ? સાહિત્ય સર્જનનું કર્તવ્ય પંડિતજીએ બજાવ્યું, તે સાહિત્ય-પ્રચારનું કર્તવ્ય શ્રી સંઘ, સંસ્થાઓ તથા પુણ્યશાળી આત્માઓએ બજાવવું જોઈએ. આવા ગ્રંથને પ્રચાર જેટલો વિશેષ હશે, તેટલી ધર્મભાવનાની ખીલવણી થશે અને જેન સિદ્ધાંતને જગતભરમાં જયજયકાર થશે.
છેવટે પંડિત શ્રી ધીરજલાલભાઈએ આવી એક સુંદર કૃતિનું નિમણ કર્યું, તે માટે તેમને ધન્યવાદ આપી આ લેખની સમાપ્તિ કહું. પ્રથમ આવૃત્તિમાંથી)
આત્માઓ
શા પણ તેના કરિય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org