________________
જૈન પરંપરાનો ઈતિહાસ
[પ્રકરણ બની હતી ભગવાને વિશાલામાં ૧૨ માસા કયાં હતાં. મિથિલામાં છ માસાં કર્યા. ભગવાન મહાવીરસ્વામી વિશાલાના ભાણેજ હતા અને વિશાલામાં અવારનવાર વિચારતા હતા તેથી જ તેઓ વિદેદિન અને વૈશાલિક પણ કહેવાય છે.
મલના જુદા જુદા ૯ સંઘનું પણ ગણરાજ્ય હતું, જેનું સ્થાન સંભવતઃ મલય પાસેનો પ્રદેશ (માનામ અને હજારીબાગ જિલ્લો) હતું. આ સંઘના ગણનાયકો ભગવાન મહાવીરસ્વામીના ઉપાસકે હતા. તે સમયે મધ્ય ભારતમાં એકદરે ૭૭૦૭ ગણરાજાએ હતા. વૃજી અને મલલ સિવાયના બીજા ચૌદ એકતંત્ર રાજ્ય હતાં તે પૈકીના કાશીરાજ વગેરે ઘણું રાજાએ ભગવાન મહાવીર સ્વામીના અનુયાયીઓ હતા. તેની નેંધ નામવાર ઉપર આપી દીધી છે.
આ રીતે ભગવાન શ્રી મહાવીરસ્વામીએ ૩૦ વર્ષ સુધી જગત ઉપર ઉપકાર કર્યો અને વિ. સં. પૂર્વે ૪૭૦માં ભગવાન પાવાપુરીમાં હસ્તિપાલ રાજાની લેખનશાળામાં આવી ચોમાસું રહ્યા અને ત્યાં જ ઉપદેશ આપતાં આપતાં દીવાળીની રાતે છેલા પહેરે સર્વાર્થસિદ્ધ મુહુર્તમાં નિર્વાણ પામ્યા. આ સમયે કઈ ખાસ રાષ્ટ્રાય માટે આવેલા ૯ લિચ્છવી અને ૯ મલકી એ ૧૮ ગણનાયકે ત્યાં હાજર હતા. તેઓએ ભગવાનનું નિર્વાણ થતાં ભાવ ઉદ્યોત જવાથી દ્રવ્ય ઉદ્યાત કોદીવા પ્રગટાવ્યા અને ત્યારથી ભારતવર્ષમાં “દિવાળી પર્વની સ્થાપના થઈ. બીજે દિવસે કાર્તિક સુદ ૧ના સૂર્યોદય સમયે ગણધર ગૌતમસ્વામીને કેવળજ્ઞાન થયું અને ગણધર શ્રી સુધર્માસ્વામી ભગવાનની પાટે આવ્યા. તેઓ સંઘના નાયક બન્યા. તત્કાલીન અન્ય ધર્માચાર્યો?
તે સમયે ભારતવર્ષના મધ્યખંડમાં ૧ ગૌતમબુદ્ધ, ૨ પૂરકાશ્યપ, ૩ શાલ, ૪ સંજયી વૈરટ્ટી પુત્ર, પ અજિત કેશકમ્બલ અને ૬ કકુદ કાત્યાયન એમ બીજા છ મોટા ધર્મસંસ્થાપક થયા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org