________________
૨૨
શક્યાં છીએ. અમારા પિતાશ્રી તે અમારી નાની વયે જ સ્વર્ગવાશી થયા હતા. એટલે અમારા શિક્ષણ અને સંસ્કારની બધી જવાબદારી અમારાં પૂજ્ય ભાતુશ્રીએ અને અમારા પૂજ્ય કક્ષાએ સ્વીકારી લીધી હતી. અમે બધાંય ભાઈભાંડુ એ બન્ને પૂનાં જીવનભર ઋણી છીએ. .
: ભાઈ જગમોહનદાસનો જન્મ સૌરાષ્ટ્રમાં જામનગરમાં તા. ૨૪-૧૨-૧૯૨૧ ના રોજ થયો હતો. એમણે મેટ્રિક સુધીનો અભ્યાસ ખેડામાં કર્યો હતો. ત્યાર પછી તેઓએ વિલ્સન કૉલેજમાં અભ્યાસ કરીને મુંબઈ યુનિવર્સિટીની બી. એ. ની અને તે પછી સ્કૂલ ઓફ ઈકોનોમિકસમાં જોડાઈને એમ. એ. ની ડિગ્રી મેળવી હતી. અને તે ઉપરાંત પોદાર કોલેજ ઓફ કૅમમાં અભ્યાસ કરીને એમણે બી. કેમ.ની પરીક્ષા પણ પસાર કરી હતી.
આ રીતે ઉચ્ચ અભ્યાસ દ્વારા એક નિપુણુ અર્થશાસ્ત્રી અને કાબેલ સંચાલક તરીકેની યોગ્યતા પ્રાપ્ત કર્યા બાદ ભાઈ જગમોહનદાસે શરૂઆતમાં મુંબઈની બે વ્યાપારી પેઢીઓમાં સફળતાપૂર્વક કામ કરી બતાવ્યું. આથી એક બાજુ પોતાની સંચાલનશક્તિમાં એમને આત્મવિશ્વાસ આવી ગયે; અને બીજી બાજુ જેમને એમની સાથે. કામ પડયું કે એમને થોડો પણ પરિચય કરવાનો અવસર મળે, એમને એમની વિશિષ્ટ સંચાલનશક્તિની તેમ જ બેયનિષ્ઠા અને કોઈ પણ કામને પહોંચી વળવાની કાબેલિયતની પ્રતીતિ થઈ
એમની શક્તિ, નિષ્ઠા અને કાબેલિયત એમને વધારે માન અને જવાબદારીભર્યા સ્થાન તરફ ખેંચી ગઈ. ૩૨ વર્ષ જેટલી યુવાન ઉંમરે તેઓ રાજસ્થાનમાંની ખાણમાંથી પથ્થર કાઢવાનો ઉદ્યોગ ચલાવતી એસોસીએટેડ સ્ટોન (ડેટા) ઇન્ડસ્ટ્રીઝ લિ. કંપનીના મેનેજર અને સેક્રેટરી તરીકેના બેવડી જવાબદારીવાળા પદે નિમાયા. .
" આ નવા અને બેવડી જવાબદારીવાળા સ્થાને તો જાણે ભાઈ જગમોહનદાસની શક્તિ અને સહૃદયતા બેવડી રીતે ઝળકી ઊઠી. એક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org