________________
જૈન સંસ્કૃતિને સંદેશ
૪૫ : મર્યાદિત કરવાને મહત્ત્વપૂર્ણ ઉપદેશ આપે, અને જે પ્રવૃત્તિ અપરિહાર્ય હેય, એને પણ અપ્રમત્ત બનીને કરવાનો ઉપદેશ આપે છે. અનાસક્તિથી બંધન નથી થતું અને અપ્રમાદથી પણ બંધન નથી થતું. આ રીતે જ્યારે માનવી પોતાની પ્રવૃત્તિને મર્યાદિત કરીને બીજાને દુઃખ ન પહોંચે એનો વિચાર કરે છે, ત્યારે એને બધાના ! મિત્ર બનવું પડે છે. અંતમાં એ કલ્યાણમિત્ર કોઈની સાથે સ્વાર્થી . સંબંધ નથી રાખતો; એ કોઈને નથી થતો અને કેઈએનું નથી થતું.. એના મનમાં શત્રુ અને મિત્ર બધા સમાન થઈ જાય છે. તો પછી. એ પોતાના કુટુંબમાં કેવી રીતે ગોંધાઈ રહે? પોતાના રાજ્યમાં કેવી રીતે ફસાઈ રહે ? એ બધાને ત્યાગ કરીને પોતાના આત્મનિરી... ક્ષણને માટે અરણ્યને આશ્રય લે છે. ત્યાં એ ઉગ્ર તપસ્યા કરીને ? પિતાની જાતને કુંદનની જેમ શુદ્ધ કરીને કૃતકૃત્ય થઈ જાય છે. એ જ નિર્વાણ છે. - અહં અને મમત્વના ત્યાગને ભગવાન બુદ્ધને ઉપદેશ
ભગવાન બુદ્ધે પોતાને નિર્વાણમાર્ગ આત્મવિજ્ઞાન ઉપર સ્થિર નથી કર્યો; એમનું કહેવું એમ હતું કે આત્મવિજ્ઞાનથી કશે. લાભ નથી. હાં, એટલું તો સ્પષ્ટ છે કે જ્યારે માનવી પોતાના
સ્વતંત્ર અસ્તિત્વને “હું છું” એ રીતે સમજી બેસે છે, ત્યારે આ : “હું” થી મમત્વ જન્મે છે. એ સમજવા લાગે છે આ આ મારું "છે, “આ મારું નથી”, “આ મને ગમે છે”, “આ મને પસંદ નથી”. આ રીતે દરેક વસ્તુની એ પિતાના “મટું” ની દષ્ટિએ પરીક્ષા કરે છે, પોતાના રાગદ્વેષને વધારે છે, અને ભૂંડી રીતે સંસારચક્રમાં ફસાઈ જાય છે. તેથી આ ચક્રમાંથી બહાર નીકળવાનો ઉત્તમ ઉપાય એ જ છે કે “હું”ને–આ અહંકારને-નૈરામ્ય-ભાવનાને બળે દૂર કરવામાં આવે. આમ કરીને જ્યારે એ “હું” થી મુક્ત બને છે . ત્યારે એ કલ્યાણમિત્ર બને છે. ન કોઈ એનું છે અને ન એ કેઈન. પછી એ સંસારમાં શા માટે ફસાઈ રહેશે ? એને માટે તો ઘરને.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org