________________
ભક્તિમાર્ગ અને જૈન દર્શન
૧૨૩ • ઈશ્વરકૃપાપ આ તત્વે જૈન સાહિત્યમાં પણ પિતાની ઢબે, સ્થાન મેળવ્યું છે. જેમ જેમ ભક્તિમાર્ગનો પ્રભાવ વધતો ગયો. તેમ તેમ બધાય ધર્મોને એનાં કેટલાંય તને, પિતાપિતાની ઢબે, અપનાવવાં જ પડ્યાં. જૈન સાહિત્યમાં તીર્થકરોનાં કલ્યાણકને અવસરે, બીજા ની સાથે, નારકીના જીવને પણ ક્ષણભર માટે સુખને અનુભવ થાય છે, એવું વર્ણન મળે છે. સ્પષ્ટ રીતે આ ઈશ્વરકૃપા-તત્વની જ અસર છે. જૈનેના કર્મશાસ્ત્ર મુજબ આ વાતનો કશે ખુલાસો નથી મળતો. એ જ રીતે જેને પ્રાર્થના-કાવ્યોમાં તીર્થકરોને એમની કૃપાને માટે જે અનુરોધ કરવામાં આવ્યો છે, એ પણ ભક્તિમાર્ગની જ કૃપા છે. કેમ કે જૈન સિદ્ધાંત પ્રમાણે તીર્થકર કૃપા નથી કરતા.
બૌદ્ધોના મત પ્રમાણે પણ પોતાના પ્રયત્ન અને પિતાના કર્મનું જ મહત્ત્વ છે. તે પણ કૃપાતત્ત્વની અસર એ ધર્મ ઉપર પણ થઈ છે. બુદ્ધના જન્મ વખતે અવીચિ નરકમાં શાંતિ અને સુખ પ્રવર્યાની વાત લલિતવિસ્તર ગ્રંથમાં કહેવામાં આવી છે, અને સદ્ધર્મકુંડરીક ગ્રંથમાં તો દુઃખનું નિવારણ કરવા માટે અવલોકિતેશ્વર પોતે અવચિનરકમાં ગયા હતા, એમ કહેવામાં આવ્યું છે. ઈસુ ખ્રિસ્તના સંબંધમાં પણ આવી જ વાતો કહેવામાં આવી છે.
આ કૃપાને કારણે ઈશ્વર વારંવાર જુદા જુદા અવતાર ધારણ કરે છે, એવું ભક્તિભાગીઓનું કહેવું છે. પરંતુ જૈન દર્શન પ્રમાણે જે જીવ સિદ્ધ થઈ ગયો હોય એને ફરી વાર જન્મ લેવાનું કઈ કારણું જ નથી. આમ છતાં જૈન કવિઓએ અને પ્રતિષ્ઠા કરવાવાળા માંત્રિકોએ, ભક્તિમાર્ગના પ્રવાહને લીધે, ભગવાનને અવતાર ધારણ કરવાની પ્રાર્થના કરી છે. જેમ કે –
મૈં તુમ રુત ચાપતુ અમું, भक्ति समेत हिये हरखाई ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org