Book Title: Jain Dharma Chintan
Author(s): Dalsukh Malvania, Ratilal D Desai
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 183
________________ -૧પ૬ જૈનધર્મચિંતન કહેવામાં આવ્યું છે કે તેમને ભણવાની જરૂર ન હતી, કારણ, તેમને એ વખતે વિશિષ્ટ જ્ઞાન હતું; પણ સાથે સાથે એ પણ ખરું કે બાલકાળમાં તેઓ ઈશ્વર કે સર્વજ્ઞ ન હતા. આને આપણે અતિશયઋદ્ધિ માનીએ; પણ બુદ્ધચરિતમાં તે સ્પષ્ટ કર્યું છે કે તેઓ તો સંસારકાળમાં પણ સર્વજ્ઞ જ હતા. વળી, એથી પણ આગળ વધીને, બુદ્ધ કૃષ્ણની જેમ ૮૪ હજાર પત્નીઓને રીઝવે છે તે પણ કાનુ-ભવનની લીલા જ છે. આવી તો કેટલીય ઘટનાઓ વિષે બુદ્ધચરિતમાં નિર્દેશ મળે છે. બુદ્ધની પત્નીનું નામ પાલિમાં યશોદા છે, તે સંસ્કૃતમાં ગોપા છે; તે કૃષ્ણની ગેપીઓની યાદ આપે છે. વળી, એ ગોપા રાધાની જેમ સર્વ પત્નીઓમાં પ્રધાન પણ છે. વળી, બુદ્ધ અને ગેપ એ બન્ને જાણે કે પ્રારંભથી સર્વગુણસંપન્ન જ હોય પણ લીલા ખાતર સંસાર ચલાવતાં હોય, તેમ તેમને ચીતરવામાં આવ્યાં છે. આવી આવી અનેક ઘટનાઓ છે, જે આપણુને સ્પષ્ટ બતાવી આપે છે કે આ કઈ માનવનું ચરિત નથી, પણ અવતારી પુરુષનું ચરિત છે. હીનયાનને આદર્શ હતો કે બુદ્ધ સ્વયં પિતાનું આયુ પૂરું થાય એટલે નિર્વાણને પામે છે. આથી વિરુદ્ધ, મહાયાનનો આદર્શ એ છે કે બધિસત્વને નિર્વાણુ હોય નહીં; તે તો જ્યાં સુધી સંસારમાં એક પણ જીવ બંધનાબદ્ધ છે, ત્યાં સુધી મુક્તિલાભ વાંછતા જ નથી. મહાયાનની આ ભાવનાને લીધે પણ આ ત્રીજા સ્તરની બુદ્ધકથામાં ભેદ પડી ગયો છે. બનેની સમાનતા - (૧) વૈદિક પરંપરાને વિરોધ ભગવાન મહાવીર અને બુદ્ધ એક જ સમયે થયા અને બન્નેએ એક જ પરિસ્થિતિનો સામનો સમાન ભાવે કર્યો. બન્નેએ વેદપરપરાને વિરોધ કર્યો, વૈદિક દેવની મહત્તા ઘટાડી અને ભારતીય ધર્મોને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225