Book Title: Jain Dharma Chintan
Author(s): Dalsukh Malvania, Ratilal D Desai
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 182
________________ ભગવાન બુદ્ધ અને ભગવાન મહાવીર ૧૫૫ ત્રીજે સ્તર ત્રીજા સ્તરમાં મહાવીરસ્થાનું નિર્માણ પ્રાચીન પ્રાકૃત ભાષાને છેડીને સંસ્કૃતમાં થવા લાગ્યું. આથી સંસ્કૃત સાહિત્યની કવિકલ્પનાએને આશ્રય લઈ તેમનું જીવન વર્ણવાયું. આ ત્રીજા સ્તરમાં આ એક ભેદ જણાય છે, જેને તાવિક રીતે ભેદ લેખી શકાય નહીં. વળી, તે કાળના મહાપુરુષોની બીજી કથાઓમાંની–જેવી કે કૃષ્ણરામની કથાઓમાંની –કેટલીક ઘટનાઓનું સામ્ય પણ મહાવીરકથામાં દેખાય તે સ્વાભાવિક છે. એમ કહી શકાય કે તે કાળના બીજા કાવ્યાત્મક ચરિતગ્રન્થની હોડમાં પણ આ કાળની ચરિતકથા ઊતરી શકે એવી છે. આથી પ્રાકૃત કથામાં નહીં એવી કેટલીક અસામાન્ય ઘટનાઓ પણ ચરિતમાં દાખલ થાય એ સ્વાભાવિક છે. વળી, શ્વેતામ્બર અને દિગંબર મહાવીરચરિતમાં પણ જે કેટલેક ભેદ પડી ગયો હતો. તે પણ આ કાળમાં સ્પષ્ટ થાય છે, જેમ કે ભગવાન મહાવીર પરણ્યા હતા કે નહીં, તીર્થકર આહાર કરતા હતા કે નહીં આદિ. આ બધું છતાં એક વાત સ્પષ્ટ જ રહી છે કે જૈન સંપ્રદાયની જે મૌલિક ભાવના છે કે આત્મા ક્રમે કરીને જ ઉન્નતિના શિખરે પહોંચે છે, એમાં જરાય ભેદ પડ્યો નથી. એ સિદ્ધાંત કાયમ રાખીને જ તેમના જીવનમાં અલૌકિક ઘટનાઓનું વર્ણન કરવામાં આવ્યું છે. પણ બૌદ્ધોના સંપ્રદાયભેદને કારણે બુદ્ધના ચરિત્રમાં પણ મૌલિક ભેદ પડી ગયું છે. હીનયાનમાં બુદ્ધને માનવ ચીતરવામાં આવે છે, પણ મહાયાનમાં તે માનવ નથી રહેતા, પણ નિત્યસિદ્ધ એવા બુદ્ધના અવતારરૂપ બની જાય છે; આથી તેમની જીવનકથામાં લીલાનું તત્ત્વ દાખલ થાય છે. ઈશ્વરના અવતારરૂપ કૃષ્ણ કે રામ સામાન્ય મનુષ્યની જેમ વર્તે છે તે તેમની લીલા ગણાય છે, તેમ બુદ્ધચરિતમાં પણ વારે વારે કહેવામાં આવે છે કે ભગવાન પણ લોકાનભવન ખાતર જ ભણવા જાય છે, પરણે છે, અને બીજા બધાં સાંસારિક કાર્યો કરે છે. ભણવા વિષે મહાવીરકથામાં પણ એમ જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225