________________
જેનધામચિંતન વાદની સંજીવની શક્તિ એવી છે કે, એ મતોને નવતર રૂપ આપી દે છે, તેમાંથી કદાગ્રહનું વિષ નીકળી જતું હોઈ તે મિયા રહેતા નથી; સત્યના એક અંશ તરીકે નવજીવન પ્રાપ્ત કરે છે.
જૈન દર્શનની આ સંજીવની જેમનામાં હાડોહાડ વ્યાપી ગઈ છે તેવા આચાર્ય હરિભદ્ર કે હેમચંદ્રને કહેવાતા મિયાદર્શનમાં કે મિથ્યાત્વી દેવમાં કશે જ દોષ જણાતો નથી. અને તેથી; આપણે જોઈએ છીએ કે, આચાર્ય હરિભદ્ર અન્ય દર્શનના કપિલ આદિ પ્રણેતાઓને પણ જૈન તીર્થકરની કટિથી ઊતરતા ગણવા તૈયાર નથી; અને આચાર્ય હેમચંદ્ર જે ભક્તિભાવથી તીર્થંકરની સ્તુતિ. કરે છે એ જ ભક્તિભાવથી શિવની પણ સ્તુતિ કરી શકે છે. એમને શિવ પણ એક વીતરાગી દેવ તરીકે જ દેખાય છે : આ છે અનેકાંતવાદની સંજીવની શક્તિ.
દેવામાં એકતાનું ભાન કરવું એ તો કદાચ મનુષ્યમાં ઉદારતા હોય તોપણ સંભવે, પરંતુ વિભિન્ન મતોમાં સામંજસ્ય સ્થાપવું એ સરલ નથી. સામાન્યપણે એમ કહી દેવું કે, બધાં દર્શનનો સમૂહ એ જૈન દર્શન છે એ એક વાત છે, પણ એ બધાંને સમન્વય કરીને એક વ્યવસ્થિત દર્શન ઊભું કરવું એ અત્યંત કઠણ કામ છે. કારણ કે, અનેક વિરોધી મંતવ્યોમાં રહેલ એક્તા શોધવાનું કાર્ય સરળ નથી. પણ જૈન દાર્શનિક આચાર્યોએ એ પિતાનું ધ્યેય જ બનાવ્યું છે કે પોતાના સમય સુધી જે જે નવાં નવાં મંતવ્યો ઊભાં થયાં હોય છે તે સૌને યથાસંભવ તાર્કિક સમન્વય કરીને તેને અનેકાંતવાદના વિશાળ પ્રાસાદમાં યોગ્ય સ્થાન આપી દેવું. આમ કરવામાં તેમની તાર્કિકતાની અને મધ્યસ્થપણુની પૂરી કસોટી થઈ જાય છે. કારણ, આ માટે સમગ્ર ભારતીય દર્શનની પૃષ્ઠભૂમિમાં તે તે મંતવ્યનું સ્થાન, સમગ્ર દાર્શનિક વિકાસક્રમમાં તેમનું ઉપયુક્ત સ્થાન, તે તે મંતવ્યના ઉલ્યાનનાં અનિવાર્ય કારણે, તે તે મંતવ્યોના ગુણદોષ, તે તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org