Book Title: Jain Dharma Chintan
Author(s): Dalsukh Malvania, Ratilal D Desai
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 201
________________ ૧૪ જૈનધર્મચિંતન કહી દઈએ છીએ ત્યારે તે આંચકા અનુભવે છે, તેને તીવ્ર દુઃખ ચાય છે અને તેને પ્રતિકાર કરવા તે તૈયાર થઈ જાય છે; અને પેાતાનાં સાચાં-ખાટાં મતબ્યાને વધારે બળપૂર્વક વળગી રહેવા તૈયાર થાય છે. સામી વ્યક્તિ પણ પેાતાનાં મંતવ્યાને તે જ પ્રમાણે વળગી રહેવા તૈયાર હેાય છે. આથી વાદ-વિવાદની, વૈર-પ્રતિવેરની પરંપરા જ વધે છે, અને આ હિંસા જ છે. આ વૈચારિક હિંસાના નિવારણરૂપે જ અનેકાંતવાદના વિકાસ કરવાનું ભગવાન મહાવીરે ઉચિત માન્યું અને તેમણે પેાતાના દર્શીનને અનેકાંતવાદની ભૂમિકા ઉપર જ વિકસાવ્યું. જીવની હિંસા તે વર્જ્ય હોય તે જીવના કેાઈ પણ મંતવ્યને ઝટ દઈ ખાટુ' કહી દઈ તેને દુઃખ પહોંચાડવું, એ પણ હિંસા જ છે અને તેથી તેમ કરવું પણ વર્જ્ય ગણાવુ જોઈ એ. આથી કોઈ મ ંતવ્યને જો ખાટુ ન કહેવુ... હાય તે। તેમાંથી સત્ય શેાધવાની પ્રવૃત્તિ કરવી જ જોઈ એ, જ્યાં સુધી વિરાધીના મતવ્યને અસત્ય માનતા હોઈ એ ત્યાં સુધી તે મંતવ્ય આદરપાત્ર તે! બને જ નહિ; એટલે તેમાંથી સત્ય શેાધવાનો પ્રયત્ન અનિવાય અને છે. આ પ્રયત્નમાંથી એક દૃષ્ટિએ નહિ પણ અનેક દૃષ્ટિએ વસ્તુનું નિરીક્ષણ કરવાની પ્રવૃત્તિ વધે છે અને તે જ અનેકાંતવાદને જન્મ આપે છે. આમ અહિંસાની ભૂમિકા ઉપર જ અનેકાંતવાદનો પ્રાસાદ ઊભા થાય છે. સમન્વયની સંજીવની આચાય સિદ્ધસેને કહ્યું છે કે, જેટલા વચનમાર્ગો છે તેટલા જ નયા છે અને જેટલા નયેા છે તેટલાં જ પરદા છે. આ જ વાતને આગળ વધારીને આચાય જિનભદ્રે સ્પષ્ટ કરી છે કે જેટલાં પરદના છે તે બધાં મળીને જૈન દર્શન બને છે. . પરસ્પરવિરાધી મંતવ્યેામાં વિરાધ ત્યાં સુધી જ રહે રહે છે, જ્યાં સુધી એ બધાંને સંગત કરી તેમને એક સમગ્ર-પૂ દર્શનરૂપે સમન્વય કરવામાં ન આવે. વિરાધના આધાર પરસ્પરમાં રહેલ દેષ કે. ન્યૂનતા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225