Book Title: Jain Dharma Chintan
Author(s): Dalsukh Malvania, Ratilal D Desai
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 199
________________ જૈનધર્મચિંતન - જૈનધર્મની પ્રગતિશીલતા * જે સમાજ પિતાને સનાતની તરીકે ઓળખાવતો હોય તેમાં પિતાની રૂઢ માન્યતાઓમાં સ્વૈચ્છિક પરિવર્તન કે પરિમાર્જન કરવાની તમન્ના નથી હોતી, પણ આસપાસનાં પરિબળો તેમને તેવું પરિવર્તન કે પરિમાર્જન કરવાની ફરજ પાડે છે, અને અંતે તેના નેતાઓ પિતાનાં રૂઢ મન્તવ્યને કાયમ રાખીને પણ તેવું પરિવર્તન કાળબળને નામે સ્વીકારી તો લે છે, પણું ગુણગાન તો રૂઢ માન્યતાઓનાં જ કરે છે. પ્રત્યેક ધાર્મિક સમાજની આ એક ખાસિયત હોય છે. આથી રૂઢ સનાતન માર્ગમાં નવું નવું સત્ય સ્વીકાર કરવાના આગ્રહ ધરાવતા અનેકાંતવાદના પ્રવેશને બહુ જ ઓછો અવકાશ રહે છે. અનેકાંતવાદનો પ્રવેશ ત્યાં જ સહજ બને છે, જે સમાજ પ્રગતીશીલ હોય. આ દૃષ્ટિએ સનાતની હિન્દુ-વૈદિક સમાજ કરતાં જૈનધર્મને વધારે પ્રગતિશીલ ગણવો જોઈએ. જૈનધર્મના અનુયાયીઓમાં પણ વૈદિકોની અસર જેવી તેવી નથી થઈ તેઓ પણ પિતાના સનાતનપણના સમર્થનમાં અનેક દલીલ કરતા થઈ ગયા છે, પણ સમગ્ર ઈતિહાસ એ વાતની સાક્ષી પૂરે છે કે, જૈન દર્શને અને ધમે પોતાને સનાતની કહેવરાવવામાં રાચવા છતાં સત્ય સ્વીકાર માટેના પિતાનાં દ્વાર હંમેશાં ખુલ્લાં જ રાખ્યાં છે. અને સમાજના આચરણમાંથી કે આસપાસના દાર્શનિક વિચારોમાંથી જે કાંઈ ઉચિત જણાયું, સત્ય જણાયું, તેને પોતાના આચાર અને દર્શનમાં સ્વીકારીને આત્મસાત કરી લીધું છે, અને તેમ કરવામાં ગૌરવનો જ અનુભવ કર્યો છે. આનું કારણ જૈન દર્શનની પ્રકૃતિમાં જ અનેકાંતવાદની ભાવના મૂળથી રહી છે તે છે. આથી નિઃસંશય કહી શકાય કે ભારતીય વિવિધ સમાજમાં જૈન સમાજ પ્રગતિશીલતાની દષ્ટિએ અગ્રણી મનો જોઈએ. દાર્શનિકોને એક યા બીજી રીતે વિચારક્ષેત્રમાં અનેકાંતવાદને આશ્રય લીધા વિના ચાલતું જ નથી; પણ જૈન દર્શન જ એવું દર્શન છે કે જેણે પોતાના સમગ્ર દાર્શનિક વિચારોને અનેકાંતવાદની ભૂમિકા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225