________________
ધર્મની સેટી એવી માન્યતા જેમાં હોય તે ધર્મ છે. આ પરીક્ષા તાપ કહેવાય છે. * આમ સોનું જેમ તવાઈ છેદાઈ અને કસેટી ઉપર ચડી શુદ્ધ થાય છે, અને બધી પરીક્ષામાં પાર ઊતરે છે અને શુદ્ધ કરે છે, તેમ ધર્મ પણ ઉપલી ત્રણે પરીક્ષામાં પસાર થાય તો તેને શુદ્ધ ધર્મ કહે, અન્યથા મિયા ધર્મ બનાવટી ધમ, ઠગારે ધર્મ કહેવો. એવા ધર્મથી છવનું ભલું થવાને બદલે અહિત જ થવાનું છે. - નિશ્ચય અને વ્યવહારની સમતુલા - આ કસોટી ઉપર ચડાવી જે ધર્મની પરીક્ષા કરવામાં આવે તો તે નહિ મળે એકાંત નિશ્ચયના ઉપદેશ કરનારામાં અને નહિ મળે માત્ર વ્યવહારની મોટી મોટી વાતો કરનારામાં. ઉપદેશ નિશ્ચયનો હોય કે વ્યવહારને, પણ તેથી સમાજમાં કલહવૃદ્ધિ જે થતી હોય તો તે ધર્મ હોઈ શકે જ નહિ અને તેના ઉપદેશક ક્યાંઈક ભૂલે છે એમ જરૂર માનવું જોઈએ. ધર્મનો ઉપદેશ અને અનુષ્ઠાનને પરિણામે જે જીવનમાં અશાંતિ જ લાધતી હોય તો સમજવું કે તે ધર્મ નથી, ધર્માનુષ્ઠાન નથી, પણ ધર્મના નામે કાંઈક ભળતું જ આપવામાં આવ્યું છે.
હરિભદ્રાચાર્ય એક સ્થળે વ્યવહારધર્મ અને નિશ્ચયધર્મનો સમન્વય કરતાં કહે છે કે જૈન સિદ્ધાંતમાં તે બન્ને નયોનું સમપ્રાધાન્ય • છે. જે તું જૈન મતને સ્વીકારતો હોય તો પછી એ બેમાંથી એકને પણ છોડીશ નહિ. વ્યવહારના ઉચ્છેદથી તીર્થનો ઉચ્છેદ થાય છે અને વ્યવહારમાં પ્રવૃત્તિ થવાથી ક્રમશઃ જીવનો શુભ પરિણામ થઈ તે દ્વારા તે પરિણમે તો કર્મબંધનોને ઢીલા કરી મોક્ષમાર્ગે ચડે છે અને તે જ તે નિશ્ચયનયને ઈષ્ટ છે. તો પછી વ્યવહાર છોડી નિશ્ચયમાં શા માટે રાચવું? - આચાર્ય ભદ્રબાહુના શબ્દોમાં કહેવું હોય તો કહી શકાય કે જેમને આકરાં અનુષ્ઠાને ગમતાં નથી, કાંઈક કરવું પડે તેમાં આળસ ચડે છે, તેઓ નિશ્ચયની વાતો કરીને ભગવાનના શાસનનો નાશ કરે છે.
પણ તેથી ઊલટું, જે લેકે ખાલી વ્યવહારની વાતો કરે છે, ભાવની નિશ્ચયની પરવા નથી કરતા, વ્યવહારના નામે સમાજની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Wwા