Book Title: Jain Dharma Chintan
Author(s): Dalsukh Malvania, Ratilal D Desai
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 219
________________ ૧૩ - ધર્મની કસોટી - ભગવાન મહાવીરના ધર્મનું રહસ્ય એક શબ્દમાં કહેવું છે તે કહી શકાય કે તમે તમારા પોતાના ઉપર ભરોસો રાખી આગળ વધે. તમારો ઉદ્ધાર અગર નાશ તમે પિતે જ કરી શકો છો. આ રહસ્ય ભૂલવાને કારણે જ આપણે ધર્મની ચાવી બીજાના હાથમાં સંપી દીધી છે. જૈનધર્મનું ઉત્થાન શાથી થયું એ જે ઈતિહાસને પૂછવામાં આવે તો તે કહેશે કે હિંદુધર્મના ગુરુઓએ અને ઈશ્વરે લોકોના ઉદ્ધારની ચાવી પોતાની પાસે રાખી લોકોને નિર્બળ અને અસહાય બનાવી મૂક્યા હતા, એ તેમની અસહાયતા ટાળવા માટે જ જૈન અને બૌદ્ધ ધર્મો આગળ આવ્યા છે. આચાર્ય હરિભદ્ર ધર્મની શી કસોટી છે તે ટૂંકામાં બતાવી છે. જેમ સોનાની તાપ, છેદ અને કષથી પરીક્ષા થાય છે, તેમ ધર્મની પણ એ ત્રણ પરીક્ષાઓ છે. કષ–કેઈ પણ જીવની હિંસા ન કરવી. હિંસાનો અર્થ માત્ર મારવું એ નથી, પણ મન-વચન-કાયાથી કઈ પણ જીવને ન દૂભવા એ તો છે જ, તે ઉપરાંત પોતાના આત્મામાં પણ કલેશને ઉત્પન્ન ન થવા દેવે તે પણ છે. આવા વ્યાપક અર્થમાં (૧) હિંસાનો નિષેધ અને (૨) આત્માને શાંતિ મળે તેવા ઉપાયોની યેજના કરવી એ બે વસ્તુ જેમાં હોય તે ધર્મ છે, તે શુદ્ધ ધર્મ છે: ધર્મના વિષયમાં આ પરીક્ષા કષ કહેવાય છે. છેદ-–કઈ પણ બાઘાનુષ્ઠાન એવું ન હોય, કઈ પણ વ્યવહાર એવો ન હોય, કેઈ પણ આચરણ એવું ન હોય, જેથી ઉપલી બે બાબતમાં બાધા આવે. અર્થાત ધર્મને નામે સમાજમાં કલહવૃદ્ધિ, ઈર્ષ્યા, દ્વેષનો વધારે થાય એવું કોઈ પણ કૃત્ય કરવાની ધર્મમાં છૂટ નથી. ધર્મના વિષયમાં આ પરીક્ષા છેદ કહેવાય છે. તાપ–જીવ છે, તેને સંસાર છે, બંધ છે અને મોક્ષ પણ છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 217 218 219 220 221 222 223 224 225