Book Title: Jain Dharma Chintan
Author(s): Dalsukh Malvania, Ratilal D Desai
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 222
________________ આત્મદીપ અને ૧૯૫ જીવનની અંતિમ ક્ષણોમાં બતાવવા માટે ભગવાને સ્વયં ગૌતમને પિતાથી અળગા કર્યા. ગૌતમને પોતાને જીવનભર એ દુઃખ રહ્યું હતું કે, મારા પોતાના શિષ્યો કેવળજ્ઞાનને પામ્યા, છતાં હું કેમ કેવળજ્ઞાનને પ્રાપ્ત કરતો નથી ? પણ તેમની પોતાની સૂક્ષ્મ મૂ તેમાં બાધક હતી, તેને ખ્યાલ તેમને ન હતો. આ રોગનું નિદાન ભગવાને કર્યુંપોતાના નિર્વાણ સમયે જ ગૌતમને પિતાથી અળગા કર્યા અને પોતે નિર્વાણને પામ્યા. આ વાતની ખબર જ્યારે તેમને પડી ત્યારે જ ગૌતમે પોતાના જીવનમાં એક અપૂર્વ આંચકે અનુભવ્યો. તેમને લાગ્યું કે ભગવાનની આ કેવી નિર્મમતા કે અંતિમ ક્ષણે જ મને અળગો કર્યો! જીવનભરના સાથીની આવી ઉપેક્ષા માટે તેમને ક્ષણભર રોષ પણ આ અને એ રોષમાંથી જ તેઓ તેમના જીવનના અંતિમ ઉદ્ધારને માર્ગે વળ્યા. તેમણે વિચાર્યું કે મેં ભગવાનની અનન્યભાવે ઉપાસના તે કરી, પણ મારા પોતાના આત્માની ઉપાસના” હું ચૂકી ગયો ! ઉપાસના આવશ્યક છે, પણ તેમાં જીવ જે પોતાના આત્માને જ ચૂકી જાય તો તે ઉપાસના ગમે તેટલી તીવ્ર હોય છતાં તે પોતાનો ઉદ્ધાર કરી શકે નહિ. એટલે ઉપાસના એ ઉપાસના ખાતર જ નહિ, ઉપાસ્ય ખાતર પણ નહિ, પણ ઉપાસકના “ આત્મા” ખાતર જ છે. એનું ભાન સતત રહેવું જોઈએ. આવું ભાન જે રહે છે તે ઉપાસક ઉપાસના ગમે તેની કરે પણ તે ઉપાસનાનું પરિણામ તો પિતાની ઉપાસનામાં જ આવે અને ત્યારે જ તે પોતાનો ઉદ્ધાર પોતે કરી શકે. ભગવાનને હું અનન્ય ઉપાસક છતાં તેમને મારામાં રાગ–મોહ હતો નહિ, એટલે જ તેઓ મારા જેવા અનન્ય ઉપાસકને પણ છોડી શક્યા, મારા પ્રત્યેનો રાગ તેમને બાંધી શક્યો નહિ, મારી ઉપાસના તેમને રોકી શકી નહિ; તો મારે પણ એ જ માર્ગ હોઈ શકે. તેઓ મારા ઉપાસ્ય ખરા પણ મારી મહાવીરની ઉપાસના મારા પિતાના આત્માની ઉપાસનાના એક સાધનરૂપ જ છે. તેમની ઉપાસના કરતો કરતો હું જે મારા આત્માની ઉપાસનાને ભૂલી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 220 221 222 223 224 225