Book Title: Jain Dharma Chintan
Author(s): Dalsukh Malvania, Ratilal D Desai
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 221
________________ ૧૯૪ જૈનધર્મચિંતન શાંતિને પણ જોખમમાં નાખે છે, તેઓ સમાજને શાંતિના માર્ગે તે લઈ જતાં જ નથી, ઊલટું આડંબરમાં જ પડી ધર્મના રહસ્યને, સાધારણ મનુષ્યની સમજમાં તે આવવા જ ન પામે તેવી રીતે, ગોપવી રાખી મહાપાતક કરે છે. , એટલે ગમે તેનો ઉપદેશ સાંભળીએ, પણ તેની કસોટી સદાય પિતાની હોવી જોઈએ; તે કસોટી આચાર્ય હરિભદ્ર બતાવી છે તે અગર તેવી જ પિતે ઘડી કાઢવી જોઈએ અને તે કસોટીએ કસી જોયા પછી જ એ ઉપદેશનો આદર અગર અનાદાર કરવો જોઈએ. –“પ્રબુદ્ધ જીવન”, તા. ૧૫-૮-૪૩ આમલીપો ભવ–આત્મદીપ બને! - ભગવાન મહાવીરને અંતિમ સંદેશ કયો એ જાણવું જરૂરી છે. કોઈ ઉત્તરાધ્યયન સૂત્રને તેમના અંતિમ સંદેશ કહે છે; તો કોઈ કહે છે કે, કેટલાક અણપૂછયા પ્રશ્નોના ઉત્તર તેમણે અંતિમ કાળમાં આપ્યા. એ ગમે તેમ હો, પણ એક વાત નક્કી છે કે, તેમણે ગૌતમને જે રીતે ઉપદેશ આપે અને ગૌતમને જે પ્રકારે મોહ નષ્ટ થયે, એ આપણે જાણીએ તો તેમના અંતિમ ઉપદેશનું રહસ્ય મળી રહે છે. મૂર્છા–મેહને ત્યાગ ભગવાન મહાવીરના સમગ્ર ઉપદેશનો સાર “મૂછત્યાગ માં સમાયે છે. અને એ મૂછત્યાગનો આધાર મનુષ્યનો પિતાનો પુરુષાર્થ છે; તેમાં કોઈની પણ કૃપા કામ કરી શકતી નથી. - ગૌતમ ભગવાનના અનન્ય ઉપાસક હતા. અને તેઓ ભગવાનને સર્વસ્વ માનતા. એમ પણ કહી શકાય કે તેમની ભગવાન પ્રત્યેની ભક્તિ સૂક્ષ્મ મૂછ–મેહમાં પરિણમી હતી. આ સૂક્ષ્મ મેહ જ તેમના કેવળજ્ઞાનમાં બાધક હતો, એ ભગવાન પણ સારી રીતે જાણતા હતા. ભક્તિ અને મોહમાં જે ભેદ છે–જે સૂક્ષ્મ ભેદ છે–તેનું રહસ્ય પોતાના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 219 220 221 222 223 224 225