________________
જેનધમચિંતન જાઉં, કે તેમની ઉપાસના દ્વારા મારા આત્માની ઉપાસનાને માન વળું અને કેવળ તેમની જ ઉપાસનાને વળગી રહું તો એ પણ એક મેહ છે, સૂક્ષ્મ સૂર્ણ જ છે. આવી મૂછ મારામાં છે જ અને એ મૂછનો જ્યાં સુધી નાશ ન થાય ત્યાં સુધી મારી આત્મોપાસના પૂર્ણ થતી નથી અને એવી આત્મપાસના વિના આત્મોદ્ધારનો માર્ગ મળતું નથી. છે. આવી જ કેઈક વિચારણાને આધારે ગૌતમે મૂછમાં અટવાઈ પડેલા આત્માને પ્રાપ્ત કર્યો અને તેમનાં બંધન તૂટી ગયાં; તેઓ નિર્મોહી બન્યા અને કેવળજ્ઞાનને પામ્યા. -
આપણે જ આપણું ઉદ્ધારક - આ ઘટના ઉપરથી આપણે સહેજે એ તારવી શકીએ છીએ છે, જેનધર્મમાં ભક્તિનું સ્થાન છે ખરું, પણ એ ભક્તિ એકપક્ષીય છે, એટલે કે જેની આપણે ભક્તિ કરીએ છીએ તે આપણું ઉપર કશી જ કૃપા કરતા નથી, તેઓ આપણું ઉપર રાગ કરતા નથી; એટલે છેવટે તો આપણે ઉદ્ધાર આપણે જ કરવાનો છે. ઉપાસ્ય એ તે માત્ર ધ્રુવ તારો છે. એ બતાવે છે કે, માર્ગ કયો છે. એ માર્ગ નિમમતાનો છે એટલે આપણે પણ છેવટે નિમર્મ જ થવાનું છે. આ ધ્રુવમંત્ર એ ધ્રુવ તારા રૂપ ઉપાસ્ય પાસેથી આપણે પ્રાપ્ત કરીએ છીએ અને એમાંથી જ આપણા ઉદ્ધારને ભાગે આપણે વળીએ છીએ.
આમદીપ બનીએ ભગવાનનો અંતિમ ઉપદેશ કર્યો તે એક શબ્દમાં કહેવું હોય તે તે પરિગ્રહત્યાગ છે. આપણે આંતર-બાહ્ય પરિગ્રહના ત્યાગની ભાવના પ્રબળ બનાવીએ અને “આત્મદીપ” બનીએ, એ જ આત્માને પામવાનો મુખ્ય માર્ગ છે. - બાહ્ય દીપ ભગવાન છે. એ દીપથી આત્મદીપ સળગાવી આપણે આપણા જીવનને સાર્થક બનાવીએ અને બીજાને માટે બાહ્ય દીપ બનીએ. અને એ દીપ-પરંપરા સદા જલતી રાખવામાં આપેણ જીવનની સાર્થકતા અનુભવીએ તો જ આપણું જીવન અને આપણું સાધના સાર્થક બને.
–“જૈન પ્રકાશ”, તા. ૧-૧૧-૫૬..
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org