Book Title: Jain Dharma Chintan
Author(s): Dalsukh Malvania, Ratilal D Desai
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 217
________________ ૧૦૦ જૈનધર્મચિંતન આત્મચેતન્યની જેમ જ આત્માનો મનુષ્યજન્મ આદિ, જે મર્યાદિત કાલની વિવિધ અવસ્થાઓ છે, તેને પણ સત્ય માને છે. ટૂંકમાં, અતવેદાંત જે પ્રપંચને મિથ્યા માને છે, તેને જૈન દર્શન સત્ય માને છે. જૈન દર્શનમાં પરમબ્રહ્મ સમાવેશ નિશ્ચયનયમાં છે અને પ્રપંચને સમાવેશ વ્યવહારમાં છે. અને નિશ્ચય તથા વ્યવહાર બન્નેને જેને દર્શન સત્ય માને છે. આથી જ નિશ્ચયનયની દૃષ્ટિએ absoluteને જૈન દર્શનમાં સ્થાન છે જ, પણ માત્ર absolute ને જ જૈન દર્શનમાં સ્થાન છે એવું નથી. non-absolute ને પણ જૈન દર્શન માને છે, કારણ કે, તે વ્યવહારને પણ સત્ય માને છે. શ્રી અરવિંદને સમન્વય–શ્રી અરવિંદના તત્વજ્ઞાનમાં એક પરમતત્વ માનવામાં આવ્યું છે, જેને ખરી રીતે તેઓ અવર્ણનીય કહે છે, છતાં પણ કંઈક વર્ણન કરવું જ હોય તો તેને તેઓ સચ્ચિદાનંદ કહેવાનું પસંદ કરે છે. એમના મતે આ એક જ તત્ત્વમાંથી ચેતન અને જડ બને તત્ત્વોની સૃષ્ટિ થાય છે. અર્થાત એક જ તત્ત્વમાં જડ–ચેતનનો કશો જ વિરાધ નથી. શંકરની જેમ તેઓ જડને માયિક નથી માનતા, પણ જ્યારે સતતત્વમાં ચેતનાશક્તિ કે જ્ઞાનશક્તિ સુપ્ત હોય છે ત્યારે તે જડ કહેવાય છે અને ક્રમે કરી તે વિસે ત્યારે અંતમાં ચૈતન્ય એના પૂર્ણ સ્વરૂપમાં આવી જાય છે. બાહ્ય જે ભૌતિક વસ્તુઓ છે તે પણ શ્રી અરવિંદના મતે સત્ છે. એને .શંકરની જેમ શ્રી અરવિંદ ભાયિક નથી કહેતા. જૈન દૃષ્ટિએ પણ સત સામાન્ય તત્ત્વ એક જ છતાં તેના બે વિશેષ છે : એક ચૈતન્ય અને બીજું જડ. આમ એક રીતે અનેકાંતને શ્રી અરવિંદના મતમાં પણ સ્થાન છે જ. બૌદ્ધ વગેરેમાં અનેકાંતવાદ––ભગવાન બુદ્ધના અનુયાયી ધર્મ કીર્તિ અને શાંતરક્ષિત જેવા આચાર્યોએ પણ અનેકાંતવાદમાં વિરોધાદિ દોષ જોયાં છે, પણ સ્વયં બુદ્ધ વિભજ્યવાદી હતા. આથી જ તેઓએ અનેક પ્રકારના એકાંતને નિષેધ કરીને પિતાના માર્ગને મધ્યમ માર્ગનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 215 216 217 218 219 220 221 222 223 224 225