________________
અનેકાંતવાદ,
૧૭૭ મંતવ્યોમાં પરસ્પરને વિરોધ. અને છેવટે સમન્વયને માર્ગ–આટલી બાબતોની વિચારણું અનિવાર્ય થઈ પડે છે. આ વિના અનેકાંતવાદના પ્રાસાદમાં તે તે મંતવ્યનું સ્થાન નિશ્ચિત થઈ શકતું નથી.
અનેકાંતવાદતા પ્રાસાદની ભવ્ય રચના અને વિકાસ માટે ભગવાન મહાવીરથી માંડીને ઉપાધ્યાય યશોવિજય સુધી બરાબર કાળકમે પ્રયત્ન થતો રહ્યો છે. પરિણામે એમ નિઃસંકોચપણે કહી શકાય કે ભારતીય સમગ્ર દર્શનના વિકાસ સાથે સાથે જૈન દર્શન પણ તે સૌને આત્મસાત કરતું ભારતીય દર્શનની વૈજયન્તી લહેરાવે છે. અને એ એક જ દર્શનનો અભ્યાસ કરવામાં આવે તો સમગ્ર ભારતીય દર્શનના વિકાસને તાદશ ઇતિહાસ વાચક સમક્ષ ખડો થઈ જાય છે. (૩) અનેકાન્તદૃષ્ટિએ વિવિધ મને સમન્વય
જૈન દર્શનના અનેકાંતવાદની ભાવના વિષે આટલે વિચાર કર્યા પછી તેનું અવતરણુ કેવા કેવા માગે ક્યાં ક્યાં જેનેએ કર્યું છે તે વિષે સંક્ષેપમાં વિચાર કરી લઈએ.
સૌ ધર્મોમાં પોતપોતાનાં શાસ્ત્રોની જે પ્રતિષ્ઠા હોય છે તે અનુપમ છે. જૈનધર્મમાં પણ પિતાનાં શાસ્ત્રની પ્રતિષ્ઠા અનુપમ છે જ. છતાં પણ ત્યાં અનેકાંતભાવના કેવી નિરાગ્રહવૃત્તિ ધારણ કરી શકે છે, તેનું ઉદાહરણ જૈનેનું નંદીસૂત્ર નામનું શાસ્ત્ર પૂરું પાડે છે. નંદીસૂત્રમાં સભ્યશાસ્ત્ર અને મિથ્યાશાસ્ત્રની કસોટી આપવામાં આવી છે. તેમાં કહ્યું છે કે, સ્વયં વ્યક્તિ જે સમ્યકત્વી અર્થાત વિવેકી, જ્ઞાની હોય તો તેને માટે જૈન આગમો કે અજેને મહાભારત આદિ શાસ્ત્ર
એ બધાં જ સરખી રીતે સમ્યફ શાસ્ત્રો છે. પણ જે વ્યક્તિ સ્વયં • મિયાત્વી અર્થાત અવિવેકી, અજ્ઞાની હોય તો તેને માટે જેનઅજેને સર્વ શાસ્ત્રી મિથ્યાશ્રુત–મિથ્યાશાસ્ત્રો બની જાય છે. આમ માનવાનું કારણ એ છે કે, એકની એક વસ્તુ જેમ દ્રષ્ટાની ભાવના પ્રમાણે વિવિધ રૂપ ધારણ કરે છે, તેમ શાસ્ત્રો પણ દ્રષ્ટાની ભાવના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org