Book Title: Jain Dharma Chintan
Author(s): Dalsukh Malvania, Ratilal D Desai
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 214
________________ અનેકાંતવાદ ૧૮૭ છે, પણ કવિઓ તેમને જુદા જુદા નામે કહે છે. આમ અનેક દેવને સમન્વય એકમાં કરવામાં આવ્યું. ક્યાં વરુણ અને ક્યાં ઇન્દ્ર–એ બેનો અને તેવા જ બીજા અનેક દેવનો દેખીતો વિરોધ ગાળીને તેમને સૌને એક બનાવી દેવામાં આવ્યા અને વિવાદને શમાવી દેવામાં આવ્યો. આમ કરવામાં ઋષિને અનેકાંતવાદમાં ન તે અજ્ઞાનવાદની ઝાંખી થઈ કે ન સંશયવાદ દેખાય અને ન વિરોધ પણ દેખાયો. તે પછી શંકરાચાર્ય જેવા વિદ્વાન દાર્શનિકને જેન અનેકાંતમાં એ બધા દોષ શા માટે દેખાયા ? ઉત્તર શંકરાચાર્યની સાંપ્રદાયિક દૃષ્ટિમાંથી જ મળી રહે છે. બ્રહ્મમાં સમન્વય—એ જ શંકરાચાર્ય, જેમને જેના અનેકાંતમાં સંશય, અજ્ઞાન, વિરોધ આદિ દોષ દેખાય છે, તેમણે જ્યારે ઉપનિષદની ટીકા રચી ત્યારે તેઓ અનેકાંતના એ દેને ભૂલી જાય છે. બ્રહ્મને ઉપનિષદમાં સત, અસત જેવા વિરોધી શબ્દો વડે કહેવામાં આવ્યું છે, એટલું જ નહિ, પણ તેનું પૃથ્વી, પાણી, વાયુ આદિ સાથે પણ એકત્વ માનવામાં આવ્યું છે અને ઉપનિષદોનાં એવાં અનેક વિરોધી મતોનો સમન્વય એક માત્ર બ્રહ્મમાં સ્વયં શંકરાચાર્યો કરીને વેદાંત દર્શનને સ્થિર કર્યું છે; બ્રહ્મને “ગોરળવાનું મહતો મહીયાન ” (કઠ. ૧-૨-૨૦)-તે બ્રહ્મ અણુથી પણ અણુ અને મહથી પણ મહત છે; વળી “ફરક્ષરં ચ વ્યાખ્યમ્ ”(વેતાશ્વતર ૧-૮) –તે બ્રહ્મ ક્ષર પણ છે અને અક્ષર પણ છે, વ્યક્ત પણ છે અને અવ્યક્ત પણ છે; “તગતિ તન્નતિ” –શાવા-તે ચંચલ છે અને અચંચલ છે–આવા આવા અનેક વિધી ધર્મોવાળું ઉપનિષદોમાં જણાવવામાં આવ્યું છે અને એ બધા વિધોનું સમાધાન શંકરાચાર્ય ઉપનિષદોની ટીકામાં આપ્યું છે. તેમાં તેમને તે સમન્વય કરવામાં કઈ દોષ દેખાય નથી; પણ જેનો જ્યારે વસ્તુને તેવા જ વિધી ધર્મોવાળી સિદ્ધ કરે છે, ત્યારે તેમને અનેકાંતમાં–સમન્વયવાભાં અનેક સંશયાદિ દોષ સૂઝે છે–આ તેમની સાંપ્રદાયિક દષ્ટિનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225