________________
અનેકાંતવાદ
નયને એવો અભિપ્રાય છે કે, ઈન્દ્ર શબ્દથી જે અર્થને બોધ થાય છે તે જ અર્થને બોધ શચીપતિ શબ્દથી પણ થાય છે. માત્ર કારકભેદે કે કાલભેદે અર્થભેદ છે, પર્યાયભેદે નહિ. પણ સમભિરૂઢ તે પર્યાયભેદે પણ અર્થભેદ સ્વીકારે છે. એટલે કે સમભિરૂઢના મત પ્રમાણે કઈ બે શબ્દને એક જ અર્થ હોઈ શકે નહિ. આથી ઈન્દ્ર અને શચીપતિ એક નથી, કારણ, શબ્દોની વ્યુત્પત્તિ જુદી જુદી હોય છે. આથી પણ વધારે સૂક્ષ્મતાથી શબ્દાર્થની વિચારણું એવું ભૂત નય કરે છે. તેના મતે તો શબ્દની વ્યુત્પત્તિ જે ક્રિયાને લઈ હોય તે ક્રિયાનો અર્થ જે વસ્તુમાં ન મળે તો તેને તે શબ્દનો અર્થ કહી શકાય નહિ. જેમ કે ગૌ શબ્દના મૂળમાં ગમનક્રિયા છે, એટલે કે ગમન કરે તે ગૌ. તો પછી એવંભૂતના મત પ્રમાણે બેઠેલી હોય ત્યારે તે ગૌ ન કહેવાય, પણ જે ચાલતી હોય તો જ ગૌ કહેવાય. આમ આ શબ્દનો પણ આંશિક સત્ય ઉપર ભાર આપે છે, પણ તેમને અને કાંતવાદમાં સ્થાન છે. તેમાંના એક પણ નયનો નિરાસ જૈન દર્શન કરતું નથી, પણ તે સૌનો સ્વીકાર કરી એમને યથાસ્થાને ગોઠવે છે.
અને આ રીતે, આપણે જોયું તેમ, તે પોતાની સર્વનયમયતા સાધે છે અને આચાર્ય જિનભદ્રની એ ઉક્તિ કે, જૈન દર્શન એ સર્વ દર્શનોના સમૂહરૂપ છે, તેને સાચી ઠરાવે છે.
આ અનેકાંતની વિચારણાની પુષ્ટિ અર્થે જ સાત અંગેની રચના કરી વસ્તુના ધર્મોનું પ્રતિપાદન કરવાની એક ખાસ પ્રણાલી પણ જૈન દર્શનમાં અપનાવવામાં આવી છે અને તેમાં સ્વાત્ શબ્દને પ્રયોગ કરવામાં આવે છે, તે એટલા માટે કે, જે કાંઈ પ્રતિપાદન છે તે એક કેઈ અપેક્ષાએ છે, કોઈ એક નય પ્રમાણે છે, નહિ કે, એકાંત; આમ “સ્થાત્ ' શબ્દનો પ્રયોગને કારણે અનેકાંતવાદનું બીજું નામ સ્યાદ્વાદ પણ પ્રસિદ્ધ થયું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org