________________
૧૮૪
જૈનધર્મચિંતન | વેદાંતની જેમ જ સાંખ્યો પણું સતને વૈકાલિક જ માને છે.
આથી તેમના મતે કઈ પણ કાર્ય નવું ઉત્પન્ન થતું નથી, પણ તલમાંથી તેલની જેમ માત્ર આવિર્ભાવને પામે છે. વેદાંતના બ્રહ્મની જેમ સાંઓની પ્રકૃતિ સર્વપ્રપંચાત્મક છે. પ્રકૃતિમાંથી નવાં નવાં પરિણામો-કાર્યો આર્વિભૂત થાય છે અને તેમાં જ પાછાં વિલીન થઈ જાય છે. આ બધાં કાર્યોને સમન્વય એક જ પ્રકૃતિમાં હાઈ બધા એક જ રૂપ છે. આથી કઈ પણ વસ્તુનો કયાંય પણ અભાવ નથી. સર્વ સર્વાત્મક એવી માન્યતા સાંખ્યાની છે. તેમના આ વાદને સત્કાર્યવાદ કહેવામાં આવે છે. આથી વિરુદ્ધ નૈયાયિક, વૈશેષિકે અને બૌદ્ધો અસતકાર્યવાદી છે. તેમને મતે કાર્ય જે ઉત્પત્તિની પહેલાં પણ સત હોય તો તેના ઉત્પાદનો પ્રયત્ન વ્યર્થ લેખાય. માટે કાર્યને તેની ઉત્પત્તિની પૂર્વ અને વિનાશની પછી અસત્ જ માનવું જોઈએ. આ બન્ને વિરોધી મંતવ્યોનો સમન્વય જેનોએ દ્રવ્યપર્યાયવાદથી જ કર્યો છે. દ્રવ્યરૂપે સત્ છતાં પર્યાયરૂપે અસત્ માનવું જોઈએ. મારી એની એ જ છતાં તેમાંથી નવાં નવાં પાત્રો બનાવી શકાય છે. સુવર્ણ એનું એ છતાં તેમાંથી નવા નવા ઘાટ ઘડાવી શકાય છે. માટે માટી કે સુવર્ણ રૂપે નિત્ય સ્થિર છતાં જુદા જુદા ઘાટો તો નવા બનતા-બગાડતા હોઈ તે તે રૂપે તે અનિત્ય પણ છે. આ વિવાદ પણ દ્રવ્ય-પર્યાય છે.
અર્થન અને શબ્દનય–વસ્તુવિચાર કરનારા અર્થનો છે, પણ વ્યવહારાતા શબ્દોનો અર્થ કેવી રીતે કરે એમાં પણ વિવિધ મંતવ્યો છે. એ બધાંનો સમાવેશ શબ્દોમાં છે. ઉપર જેમને વિષે વિચાર કર્યો છે તે બધા અર્થન છે, એટલે કે, નગમ, સંગ્રહ, વ્યવહાર અને ઋજુસૂત્ર એ અર્થનો છે; જ્યારે શબ્દ, સમભિરૂટ અને એવંભૂત એ શબ્દનો છે. બધા જ શબ્દનો પર્યાયાર્થિક નયમાં ગણાય છે, કારણ કે, તે સામાન્યને-દ્રવ્યને નહિ, પણ વિશેષને -પર્યાયને પોતાના વિષય બનાવે છે. શબ્દનોમાંના પ્રથમ શબ્દ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org