________________
અને તેને એક અલાભ વિશે વિચાપણ
જૈનધર્મચિંતન વિરોધી મન્તવ્યોને સમાવેશ થઈ જતો હૈઈ દેખીતો વિરોધ ત્યાં ગળી જાય છે એમ માનવું જોઈએ.
ત્રાજવાની દાંડી એની એ જ છે, પણ ગ્રાહક અને વિક્રેતા તેની દાંડીના ઊંચાનીચાપણામાં જુદો જુદો અર્થ તારવે છે. વસ્તુવાળું ત્રાજવું નીચું જાય તેમાં ગ્રાહકને પોતાનું હિત જણાય છે,
જ્યારે વિક્રેતાને નુકસાન. આ બે વિરોધને શમાવવાનો માર્ગ એ છે કે, ત્રાજવું સમધારણ રહે. ત્રાજવાના નીચાપણામાં દૃષ્ટિભેદને કારણે બે વ્યક્તિઓમાં લાભ-અલાભ વિષે વિવાદ થાય એ સ્વાભાવિક છે; કારણ, તેઓ એકબીજાનું દષ્ટિબિંદુ સમજવા પ્રયત્નશીલ નથી; બને પોતાના જ લાભનો વિચાર કરે છે, સામાનો ગેરલાભને નહિ. પણ જે તેઓ માત્ર પિતાના લાભને જ નહિ, પણ ઔચિત્ય કે ન્યાયનો વિચાર કરે, તે તરત જ તેમને સ્પષ્ટ થશે કે ત્રાજવું જે સમધારણ રહે તો જ બન્ને પક્ષે ન્યાય થાય છે. આપણું વિચારે. વિષે પણ આવું જ બને છે. આપણે કઈ એક બાબતમાં કેવળ આપણું જ વિચારની સત્યતા સ્વીકારતા હોઈએ તો સામા પક્ષના સત્યને દેખી શકતા નથી; પણ જે મનને સમન્વયશીલ કે મધ્યસ્થ બનાવીએ તો તરત જ સામાને વિચારમાં રહેલ સત્યનું પણ દર્શન થાય છે. આવા સત્યદર્શનની તાલાવેલીમાંથી જ અનેકાંતવાદ વિકસે છે.
- ધાર્મિક અસહિષ્ણુતા ટિબેટમાં માત્ર બૌદ્ધધર્મને જ પ્રચાર હતો અને ખિસ્તી લેકે પોતાના ધર્મનો પ્રચાર કરવા દેવાની છૂટ માગવા ત્યાંના રાજા પાસે ગયા. ત્યાંના રૂઢ કારભારીઓ અને એવા જ પ્રજાજના અગ્રણએએ રાજાને ખ્રિસ્તી લોકોને ધર્મપ્રચારની છૂટ ન આપવા સલાહ આપી, પણ રાજાએ તેમને ઉત્તર આપે કે “આપણે તેમની વાત જરૂર સાંભળીશું. આપણામાં જ–આપણુ ધર્મમાં જ–બધું કહેવાઈ ગયું છે અને હવે કાંઈ નવું જાણવા જેવું રહ્યું નથી એમા કેમ કહેવાય ? આપણું માગે આપણે ચાલીએ છીએ; તેમના માર્ગે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org