Book Title: Jain Dharma Chintan
Author(s): Dalsukh Malvania, Ratilal D Desai
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 195
________________ ૧૨ , અનેકાંતવાદ (૧) જીવન અને વિચાર માટે અનિવાર્ય - એકાંત એટલે એક છેડો. ગુજરાતીમાં આપણે કહીએ છીએ કે એ તો છેલ્લે પાટલે બેઠો છે; તાત્પર્ય એ કે એ હઠે ચડ્યો છે. કઈ પણ વસ્તુ વિષે એક રીતે જ વિચારવું અને તે વિષે બીજા દૃષ્ટિબિન્દુને લક્ષ્યમાં લેવું જ નહિ–આવી હઠાગ્રહી–કદાગ્રહી વૃત્તિમાંથી એકાંતવાદ જન્મે છે. તત્ત્વ વિષેના, જીવ, જગત અને ઈશ્વર આદિ વિષેના આવા હઠાગ્રહો એકાંતવાદ છે અને તેથી વિરોધી તે અનેકાંતવાદ છે. જીવનમાં જેમ કેવળ હઠાગ્રહથી ચાલતું નથી, માંડવાળ કરવાની વૃત્તિ કેળવવી પડે છે, તેમ દાર્શનિક વિચારોમાં પણ એવી માંડવાળ કરવાની વૃત્તિમાંથી અનેકાંતવાદને જન્મ થાય છે. સત્યદર્શન માટે અનેકાંતવાદની જરૂર હાથીની એક મોટી હાર ઊભી હોય. બધા હાથીઓની સૂંઢ પૂર્વ દિશામાં અને પૂછવું પશ્ચિમ દિશામાં હોય. માત્ર સુંઢને જોનારને એ ખ્યાલ નહિ આવે કે હાથીને પૂછવું પણ છે, અને પૂછડાં જેનારને એ ખ્યાલ નહિ આવે કે તેને સૂંઢ ૫ણ છે. હાથીની એક બાજુ જોઈ શકનાર માટે આમ થવું સ્વાભાવિક છે. પણ તેથી કાંઈ હાથીનું પૂછડું કે સુંઢ મટી જતાં નથી. જેનારની મર્યાદાને કારણે એકગી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225