________________
૧૨
, અનેકાંતવાદ (૧) જીવન અને વિચાર માટે અનિવાર્ય - એકાંત એટલે એક છેડો. ગુજરાતીમાં આપણે કહીએ છીએ કે એ તો છેલ્લે પાટલે બેઠો છે; તાત્પર્ય એ કે એ હઠે ચડ્યો છે. કઈ પણ વસ્તુ વિષે એક રીતે જ વિચારવું અને તે વિષે બીજા દૃષ્ટિબિન્દુને લક્ષ્યમાં લેવું જ નહિ–આવી હઠાગ્રહી–કદાગ્રહી વૃત્તિમાંથી એકાંતવાદ જન્મે છે. તત્ત્વ વિષેના, જીવ, જગત અને ઈશ્વર આદિ વિષેના આવા હઠાગ્રહો એકાંતવાદ છે અને તેથી વિરોધી તે અનેકાંતવાદ છે. જીવનમાં જેમ કેવળ હઠાગ્રહથી ચાલતું નથી, માંડવાળ કરવાની વૃત્તિ કેળવવી પડે છે, તેમ દાર્શનિક વિચારોમાં પણ એવી માંડવાળ કરવાની વૃત્તિમાંથી અનેકાંતવાદને જન્મ થાય છે.
સત્યદર્શન માટે અનેકાંતવાદની જરૂર હાથીની એક મોટી હાર ઊભી હોય. બધા હાથીઓની સૂંઢ પૂર્વ દિશામાં અને પૂછવું પશ્ચિમ દિશામાં હોય. માત્ર સુંઢને જોનારને એ ખ્યાલ નહિ આવે કે હાથીને પૂછવું પણ છે, અને પૂછડાં જેનારને એ ખ્યાલ નહિ આવે કે તેને સૂંઢ ૫ણ છે. હાથીની એક બાજુ જોઈ શકનાર માટે આમ થવું સ્વાભાવિક છે. પણ તેથી કાંઈ હાથીનું પૂછડું કે સુંઢ મટી જતાં નથી. જેનારની મર્યાદાને કારણે એકગી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org