Book Title: Jain Dharma Chintan
Author(s): Dalsukh Malvania, Ratilal D Desai
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 196
________________ અનેકાંતવાદ ૧૬૯ દર્શીન થયું છે, પણ જોનારની મર્યાદાને વધારવામાં આવે, તેને એવી જગ્યાએ ઊભા કરવામાં આવે કે તે હાથીના ઉક્ત અને અવયવા જોઈ શકે, તે। પછી તેને વિવાદનું સ્થાન નહિ રહે. આ જ વાતને વસ્તુ વિશેના તત્ત્વવિચારમાં પણ સ્થાન છે. મનુષ્યથી જ્ઞાનમર્યાદા જેમ જેમ વધે છે, તેજ તેમ તે એક જ વસ્તુનાં નવાં નવાં રૂપાને જાણતા થાય છે. પણ પ્રથમ તેણે વસ્તુમાં જે જોયું કે માન્યું તેને જ પકડીને બેસી રહે અને એથી આગળ જોવાને તૈયાર જ ન થાય તે। તેને આપણે એકાંતવાદી કહીએ. અને જે વસ્તુ વિષે એક બાજુના નહિ, પશુ સંભવતી બધી બાજુના પેાતાની શક્તિ અનુસાર વિચાર કરવા તૈયાર હાય તે અનેકાંતવાદી ગણાય. જીવનવ્યવહારમાં જો મનુષ્ય એકાંતવાદી કે હઠાગ્રહી થાય તે જીવનવ્યવહાર ચાલે જ નહિ અને જીવવું જ મુશ્કેલ થઈ પડે, એટલે તેને હઠાગ્રહી થવું પાલવે નહિ–એમ અનેક અનુભવેાથી આપણે શીખ્યા છીએ. પણ જીવનમાંથી ફલિત થતી એ શીખ તત્ત્વનો કે દારા નિકેએ તત્ત્વવિચારમાં સર્વાંશે સ્વીકારી નથી. કેટલીક વાર એ શીખ વિચારક્ષેત્રમાં પણ જાણ્યેઅજાણ્યે કામ કરતી જ હેાય છે, પણ તેમનેા હઠાગ્રહ તે સ્વીકારવાની ના પાડે છે. અનેકાંતવાદની સમજૂતિ આપવા અધગજન્યાયને ઉલ્લેખ શાસ્ત્રોમાં આવે છે. અનેક અંધજને હાથી કેવા છે તેનું વર્ણન હાથીની સૂંઢ, પૂછ ું, પગ, કાન આદિ જુદા જુદા અવયવાને સ્પ કરીને કરે છે, ત્યારે તેમાં જે વિવાદ ઊભા થાય છે, તેવા પ્રકારના વિવાદ તત્ત્વવિચારની ભૂમિકાએ કાઈ પણ તત્ત્વ કે વસ્તુના ` આંશિક દર્શનથી થાય છે; અને એમાંથી એકાંતવાદોના ઉદ્ભવ થાય છે. પણ જેમ એ બધા અંધાના વિવાદ દ્રષ્ટા શમાવી શકે છે, કે જે હાથીના પૂરા રૂપને જોઈ ને તેનું વન તેએ સમક્ષ કરવા સમ છે, તેમ અનેકાંતવાદ પણ આંશિક દાનથી થતા વિવાદને, વસ્તુના પૂષ્ઠુરૂપને સ્વીકારીને, શમાવી શકે છે. આથી અનેકાંતવાદમાં અનેક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225