________________
ભગવાન બુદ્ધ અને ભગવાન મહાવીર
૧૬૭ ત્રિરત્નને માનવા પૂરતી માન્યતામાં સમાન હોવા છતાં, એમની વચ્ચેના આચારભેદની ખાઈન પૂરી શકાય એવી થઈ ગઈ અને છતાં બન્ને બૌદ્ધધમી ગણાયા. એથી ઊલટું, જૈનધર્મ ગમે તે દેશમાં અને ગમે તે કાળમાં હોય છતાં પણ તેના આચારના નિયમોનું અમુક ધોરણ તે રહેવાનું જ
બૌદ્ધધર્મ વિશ્વમાં ફેલાયે, પણ તે મૌલિક બૌદ્ધધર્મ રહ્યો નહીં; જ્યારે જૈનધર્મ પોતાના મૂળ સ્થાનમાં ભલે ટકી ન શક્યો, પણ જૈનધર્મ રહ્યો. મધ્યમમાર્ગ અને ઉત્કટ માગના આગ્રહનાં આ બે પરિણામો પ્રત્યક્ષ છે.
–“પ્રબુદ્ધજીવન”, તા. ૧-૧૧-૬૪ તથા ૧૬-૧૧-૬૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org