________________
ભગવાન બુદ્ધ અને ભગવાન મહાવીર
૧૫૮ પણું નથી. તેથી ઊલટું, આ બન્ને મહાપુરુષો–ભગવાન મહાવીર અને બુદ્ધ-સમાનભાવે સંસારને ત્યાજ્ય સમજે છે અને જ્યારે પણ વૈરાગ્ય પ્રગટે ત્યારે સંસારને છોડી જવામાં માને છે; અને પોતાના જીવનમાં ભરયુવાન વયે પત્નીને છોડીને સંયમી જીવન સ્વીકારે છે. આમ કરી તેઓ સંસારી જીવો માટે એક નવો જ આદર્શ ઉપસ્થિત કરે છે અને તે છે સંયમને. ભોગને માર્ગ સંસારમાં સામાન્ય છે, પણ જન્મીને જે માટે પ્રયત્ન કરવો પડે છે તે સંયમમાર્ગ છે. જીવન ભોગ માટે નથી પણ ત્યાગ માટે છે, અને તેની પ્રતીતિ કરાવવા પોતે ત્યાગમાર્ગનો અંગીકાર કરી આત્યંતિક રીતે ભેગવિમુખ થવાનો પ્રયત્ન કરી મોક્ષ મેળવે છે. બન્ને સંયમી જીવન સ્વીકારે છે, છતાં પણ બન્નેના સંયમમાર્ગમાં એક તફાવત સ્પષ્ટ છેઃ ભગવાન મહાવીર આકરા નિયમનમાં માને છે અને બુદ્ધ મધ્યમ માર્ગે ચાલનારા છે. આથી બન્નેના સંઘમાં પણ સંયમના ક્ષેત્રમાં ઉત્કટ માર્ગ અને મધ્યમ માર્ગ અપનાવાય છે.
(૫) તૃષ્ણ અને અજ્ઞાનનો ત્યાગ–બન્ને સમાનભાવે ઘષણ કરે છે કે જીવનમાં જે વિપર્યા છે તે અજ્ઞાનને કારણે છે.
જે આત્મા નથી તેને આત્મા માની જીવો વિવેક ગુમાવી બેસે છે ' અને તૃષ્ણમાં પડે છે. અને એ તૃષ્ણવલ્લીમાંથી સમગ્ર સંસારની જાળ ઊભી થાય છે, મમત્વ અને રાગ-દ્વેષનાં જાળાં ગૂંથાય છે, અને સંસારચક્ર ફર્યા કરે છે. આ વિષચક્રના ભેદનનો એક જ ઉપાય છે કે, અજ્ઞાનને દૂર કરી વિવેકી બનવું. આથી તૃષ્ણ પર કુઠારાઘાત થશે અને સમગ્ર સંસારનું મૂળ કપાઈ જશે.
આમ આટલે સુધી બન્ને એકમાગી છે, પણ પછી અજ્ઞાન દૂર થઈ જે જાણવાનું છે તેમાં બન્નેનું દર્શન જુદું છે. બુદ્ધનું દર્શન ક્ષણિકવાદમાં પરિણમ્યું, જ્યારે મહાવીરનું દર્શન અનેકાંતવાદમાં. જોકે એ ભૂલવું ન જોઈએ કે ભગવાન બુદ્ધને સર્વ વસ્તુની ક્ષણિકતા ઉપર ભાર હોવા છતાં તેઓ ચાર્વાકની જેમ સર્વથા વિચ્છેદ માનતા નહીં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org