Book Title: Jain Dharma Chintan
Author(s): Dalsukh Malvania, Ratilal D Desai
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 184
________________ ભગવાન બુદ્ધ અને ભગવાન મહાવીર ૧૫૭એક જુદું જ વલણ આપ્યું. આરાધ્ય દેવ વિષેની કલ્પના બદલવામાં બન્નેનું પ્રદાન નેંધપાત્ર છે. માનવસુલભ ક્રોધ, પક્ષપાત, રાગદ્વેષ આદિ. દૂષણે વૈદિક આરાધ્ય દેવામાં હતાં, તેને સ્થાને તેવાં દૂષણોથી રહિત હોય તે જ આરાધ્ય દેવ બને છે એવી ભવ્ય કલ્પના દેવ વિષે બનેએ આપી. : ભારતીય સમાજમાં તત્કાળે ઘર કરી ગયેલી ઊંચ-નીચપણની ભાવનાનો નિરાસ કરી માનવસમાજની એકતાની ભાવના પ્રસારવાને યશ તે બન્નેને ફાળે જાય છે. ધાર્મિક ક્ષેત્રે પુરોહિતાઈ ચાલતી હતી એટલે ત્યાં એક રીતે દલાલીની ભાવના પેસી ગઈ હતી. તેને દૂર કરી. ધર્માચરણમાં મધ્યસ્થીની સદંતર અનાવશ્યકતાને નિર્દોષ બનેએ સમાનભાવે કર્યો અને ધર્મદલાલીને દૂર કરી. માનવની એકતા અને સમાનતાને પરિણામે ગુરુપદ, જે માત્ર બ્રાહ્મણો જ પામી શકતા, તેને સ્થાને ગુણવાન વ્યક્તિ—પછી ભલેને તે જન્મે ચંડાલ હોય ગુરુપદને યોગ્ય બને છે એમ જાહેર કર્યું; એટલું જ નહીં પણ પોતાના ભિક્ષુકસંધમાં તથાકથિત શદ્રોને પણ ઉચ્ચ સ્થાન આપ્યું. આધ્યાત્મિક સાધનામાં સ્ત્રી-પુરુષને ભેદ ખતમ કરીને બન્નેને સાધના કરવાને સમાન હક્ક આપે. બન્નેએ આધ્યાત્મિક સંપત્તિને મહત્ત્વ આપ્યું અને ભૌતિક સંપત્તિને તુચ્છ ગણી. બન્નેએ સંસ્કૃતને બદલે લેકભાષાને મહત્વ આપ્યું. આવી ઘણું સમાનતાને કારણે તેમ જ તેમના સંબંધીઓના નામસામ્યને કારણે એક સમય એવો હતો જ્યારે બન્નેનું વ્યક્તિત્વ એક જ મનાયું હતું. પણ વિદ્વાનોને જેમ જેમ જૈન-બૌદ્ધ શાસ્ત્રો ઉપલબ્ધ થતાં ગયાં અને એનું અધ્યયન થતું ગયું તેમ તેમ એ ભ્રમ ભાંગી ગયો અને હવે તે બન્ને મહાપુરુષોને એકમતે સૌ વિદ્વાન જુદા જ માનતા થયા છે. (૨) બન્નેના ઉપદેશનું સામ્ય ' (૧) કર્મ-પુનર્જન્મ-કર્મ અને પુનર્જન્મને સિદ્ધાંત બને માને છે, એટલું જ નહીં પણ, તે સિદ્ધાંતને તેના ખરા સ્વરૂપમાં તેમણે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225