________________
'
, નધર્મચિંતન. અર્થાત હું કાંઈ નવું નથી કહેતે, અમારે મારું એક જ છે. આચારનો ઘેડ ભેદ હતો તે બાબતમાં પણ ખુલાસો થઈ ગયો કે ઉદ્દેશ એક જ છે, પછી બાહ્ય ચિહ્નમાં કદાચ થોડો ભેદ પડે તેથી કાંઈ વિશેષતા નથી. પાન્ધસંઘની શિથિલતા દૂર કરી મહાવીરે તેને નવું તેજ આપ્યું અને નવેસરથી ચના કરી તેમાં પાર્શ્વના સંધને ભેળવી દીધો. આ કારણે તેઓ તીર્થકર થયા અને પછીનો સંઘ તેમને નામે ઓળખાયે.
ભગવાન મહાવીર શ્રદ્ધાપ્રધાન છતાં તેમણે દીક્ષિત થઈ કેઈને પોતાના ગુરુ કર્યા નથી. જે કાંઈ સાંભળ્યું હશે અને જે વિષે શ્રદ્ધા બેઠી હશે એ માર્ગે સ્વયં સંચર્યા અને વીતરાગ થયા. પણ બુદ્ધ વિષે એમ નથી બન્યું. તેમણે પ્રથમ શ્રદ્ધાને સ્થાન આપ્યું અને ગુરુ કર્યા. પણ સ્વભાવમાં તર્કનું પ્રાધાન્ય હાઈ એકેક ગુરુ કરી છેડતા ગયા અને છેવટે તે પિતાને માર્ગ કાર્યો. એ નવો છે, અપૂર્વ છે, એવો એકરાર એમણે પોતે કર્યો જ છે. પણ સાથે જ તેમણે શ્રોતાઓને પિતાનું સ્થાન અંધશ્રદ્ધાથી માની લેવા પ્રેર્યા નથી, પણ પોતાના તર્કની કસોટીથી કસી જેઈને પછી જ અનુસરવાની ભલામણ કરી છે. આમ છતાં પછીના આચાર્યોએ, બધા જ બુદ્ધો આ જ માર્ગનું પ્રતિપાદન કરે છે અને આ ગૌતમ બુદ્ધ પચીસમા બુદ્ધ છે એમ, સંપ્રદાય સ્થિર થયે, ઠરાવી દીધું છે.
શ્રદ્ધા અને તર્કપ્રધાન બન્ને મહાપુરુષોની છાપ પછીના જૈનબૌદ્ધ બને ધર્મના ઈતિહાસ ઉપર પણ પડી છે. શ્રદ્ધાપ્રધાન જૈન ધમે દાર્શનિક નવાં પ્રસ્થાનો કર્યા નહીં, જ્યારે તર્કપ્રધાન બૌદ્ધધમે દાર્શનિક અનેક નવાં પ્રસ્થાને કર્યા અને તે તે કાળે અનેક ભારતીય દર્શનને પડકાર ફેંક્યા. અને તે કારણે ભારતીય દર્શનેમાં નવું ચૈતન્ય લાવવામાં નિમિત્ત પણ તે ધર્મ બન્યો. તેથી ઊલટું, જૈનધર્મના અનુયાયીઓએ પિતાનું મૌલિક મન્તવ્ય સાચવીને પણ તે તે કાળના નવીન વિચારને જૈનધર્મમાં સમન્વિત કરવાનો પ્રયત્ન કર્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org