________________
ભગવાન બુદ્ધ અને ભગવાન મહાવીર
૧૫૩
છેડવા જેવા લાગે છે. પણ તે તે તે બન્નેની પ્રકૃતિના વૈવિધ્યને કારણે બન્યું હોવું જોઈ એ. પણ સામાન્ય માનવી પોતાની ધારણાથી કે ખીજા પાસેથી જાણીને જેમ માર્ગાવલંબી બને છે અને સારાસારને વિવેક ગ્રહણ કરી આગળ વધે છે તે જ રીતે એ અને મહાપુરુષા આગળ વધ્યા છે તેવી છાપ પ્રાચીન ચરિત્ર આપે છે.
બીજા સ્તર
પણ જ્યારે એ અને મહાપુરુષાની જીવનકથાના ખીજા સ્તરમાં ——એટલે કે સમકાલીન નહિ પણ પછીના કાળમાં સંપ્રદાય સુખદ થયા પછી કથાનું આલેખન થાય છે, ત્યારે એ બંનેની કથામાં કેટલાંક અલૌકિક તત્ત્વા દાખલ થાય છે અને પૂર્વજન્મની કથાઓને વિસ્તાર વધી જાય છે.
ભગવાન મહાવીરની જીવનકથા ભગવાન ઋષભથી પણ પહેલાંના કાળના મહાવીરના ભવની વાતથી શરૂ થાય છે અને તીથંકર થવાની ચેાગ્યતા કેવી રીતે પ્રાપ્ત થઈ તે વર્ણન એ કથામાં આવે છે. ઋષભદેવના પૌત્ર તરીકે એટલે કે તીર્થંકરના પૌત્ર, વળી ભાવીમાં ચક્રવતી અને તીથંકર થવાની આગાહી સાંભળી મનમાં ગ—આવી આવી અનેક જીવનઘટનાએ ચરિતમાં ગૂથી લઈને ભગવાન મહાવીરના અંતિમ ભવમાં જે કેટલીક ઘટનાઓ ઘટે છે, તેના કબંધ અને તેના ફળના નિયમને અનુસરીને, ખુલાસે કરવા પ્રયત્ન કર્યાં છે : આમાં મુખ્ય ઉદ્દેશ ભગવાન મહાવીરના મૌલિક સિદ્ધાંત કનિયમની સમજ, ભગવાન મહાવીરના ચરિત દ્વારા, આપવાને છે. કમ ના નિયમ એ સકલ જીવને શ્વરની અધીનતામાંથી છેડાવી સ્વાધીન કરે છે. -ભગવાન મહાવીરના આ મૌલિક સિદ્ધાંતની આસપાસ તેમની જીવનકથાનું નવીન ધડતર લેખકેાએ કર્યુ છે.
અને હવે સોંપ્રદાય સુસ્થિર થયા હાઈ તેના નેતા એ સામાન્ય માનવી નહીં, પણ વિશિષ્ટ હતા તે બતાવવા માટે ટાણે-કટાણે જીવન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org