Book Title: Jain Dharma Chintan
Author(s): Dalsukh Malvania, Ratilal D Desai
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 181
________________ ૧૫૪ જૈનધર્મચિંતન કથામાં દેવોને ભગવાનના સેવકે અને પૂજકો તરીકે ચીતર્યા છે. આનો ઉદ્દેશ પણ એ જ છે કે ભગવાન મહાવીરનો તૃષ્ણત્યાગને જે મૂળ આધ્યાત્મિક સંદેશ હતો, તે પ્રત્યે લોકોનું ધ્યાન કેન્દ્રિત કરવું અને બતાવી આપવું કે જે દેને માન બાહ્ય સંપત્તિ અર્થે પૂજે છે, તે તો આ ભગવાન મહાવીર, જે આત્મિકની સંપત્તિનું વિતરણ કરે છે, તેમને દાસ છે; તે બાહ્ય અને આમિક એ બને પ્રકારની સંપત્તિઓમાં આત્મિક સંપત્તિ જ ચડિયાતી કરે છે. એથી પૂજવા હોય તે તીર્થકરને જ પૂજવા, જેની પૂજા આ લોકમાં પૂજાતા દેવ પણ કરે છે. ભગવાન બુદ્ધની જીવનકથા આ બીજા સ્તરમાં જાતકપ્રધાન બની ગઈ છે. એટલે કે તે કાળમાં લોકજીવનમાં સત્કૃત્યોનો મહિમા દર્શાવતી જે કાંઈ કથાઓ પ્રચલિત હતી તે સૌને યથાયોગ્ય વિનિયોગ કરીને ભગવાન બુદ્ધના પૂર્વભવ સાથે_બોધિસત્વના જીવન સાથે–સાંકળી લેવામાં આવી છે. ભગવાન બુદ્ધ બુદ્ધ બનતાં પહેલાં દાન, કરુણા. મૈત્રી, ક્ષમા, સહનશીલતા, પ્રજ્ઞા આદિ ગુણોને ક્રમે કરી કેવી રીતે વિકસાવ્યા અને અંતે બુદ્ધ કેવી રીતે થયા એ બતાવી આપવાનો એ જીવનકથાને ઉદ્દેશ છે. ભગવાન મહાવીરની કથાની જેમ આમાં પણુ દેવેનું આગમન, એ જ ઉદેશને સ્વીકારી વર્ણવવામાં આવ્યું છે. બીજી રીતે વિચારીએ તો, ભગવાન મહાવીર અને બુદ્ધની આ બીજા સ્તરની જીવનકથા એકબીજાની પૂર્તિરૂપ બની ગઈ છે. કર્મને નિયમ અચળ છે, એ બન્નેમાં નિર્દિષ્ટ હોવા છતાં મહાવીરકથામાં તે નિયમને ઉઠાવ આપવામાં આવ્યો છે અને આત્મવિકાસના ક્રમમાં જે જે આવશ્યક ગુણે હોય તેનો વિકાસ કેવી રીતે કરવો તેનો ઉઠાવ બુદ્ધસ્થામાં છે. બન્નેમાં એ સામાન્ય તત્વ તો છે જ કે ક્રમે કરી વિકસિત થઈને જ આત્મા તીર્થંકર યા બુદ્ધ બને છે, તે અનાદિ કાળથી સ્વયંસિદ્ધ નથી હોતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225