________________
-૧પ૬
જૈનધર્મચિંતન કહેવામાં આવ્યું છે કે તેમને ભણવાની જરૂર ન હતી, કારણ, તેમને એ વખતે વિશિષ્ટ જ્ઞાન હતું; પણ સાથે સાથે એ પણ ખરું કે બાલકાળમાં તેઓ ઈશ્વર કે સર્વજ્ઞ ન હતા. આને આપણે અતિશયઋદ્ધિ માનીએ; પણ બુદ્ધચરિતમાં તે સ્પષ્ટ કર્યું છે કે તેઓ તો સંસારકાળમાં પણ સર્વજ્ઞ જ હતા. વળી, એથી પણ આગળ વધીને, બુદ્ધ કૃષ્ણની જેમ ૮૪ હજાર પત્નીઓને રીઝવે છે તે પણ કાનુ-ભવનની લીલા જ છે. આવી તો કેટલીય ઘટનાઓ વિષે બુદ્ધચરિતમાં નિર્દેશ મળે છે. બુદ્ધની પત્નીનું નામ પાલિમાં યશોદા છે, તે સંસ્કૃતમાં ગોપા છે; તે કૃષ્ણની ગેપીઓની યાદ આપે છે. વળી, એ ગોપા રાધાની જેમ સર્વ પત્નીઓમાં પ્રધાન પણ છે.
વળી, બુદ્ધ અને ગેપ એ બન્ને જાણે કે પ્રારંભથી સર્વગુણસંપન્ન જ હોય પણ લીલા ખાતર સંસાર ચલાવતાં હોય, તેમ તેમને ચીતરવામાં આવ્યાં છે. આવી આવી અનેક ઘટનાઓ છે, જે આપણુને સ્પષ્ટ બતાવી આપે છે કે આ કઈ માનવનું ચરિત નથી, પણ અવતારી પુરુષનું ચરિત છે.
હીનયાનને આદર્શ હતો કે બુદ્ધ સ્વયં પિતાનું આયુ પૂરું થાય એટલે નિર્વાણને પામે છે. આથી વિરુદ્ધ, મહાયાનનો આદર્શ એ છે કે બધિસત્વને નિર્વાણુ હોય નહીં; તે તો જ્યાં સુધી સંસારમાં એક પણ જીવ બંધનાબદ્ધ છે, ત્યાં સુધી મુક્તિલાભ વાંછતા જ નથી. મહાયાનની આ ભાવનાને લીધે પણ આ ત્રીજા સ્તરની બુદ્ધકથામાં ભેદ પડી ગયો છે.
બનેની સમાનતા - (૧) વૈદિક પરંપરાને વિરોધ
ભગવાન મહાવીર અને બુદ્ધ એક જ સમયે થયા અને બન્નેએ એક જ પરિસ્થિતિનો સામનો સમાન ભાવે કર્યો. બન્નેએ વેદપરપરાને વિરોધ કર્યો, વૈદિક દેવની મહત્તા ઘટાડી અને ભારતીય ધર્મોને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org