Book Title: Jain Dharma Chintan
Author(s): Dalsukh Malvania, Ratilal D Desai
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 176
________________ ભગવાન મહાવીર ૧૪૯ કાર્ય હેય, એમ વ્યવહારમાં જોવાય છે. ભગવાન પણ ક્ષત્રિય હતા. એટલા માટે તેમણે જે ક્ષત્રિયધર્મ–સંસારમાં સ્થાયી શાંતિની પ્રતિષ્ઠા કરનાર ક્ષાત્રધર્મ–શીખડાવ્યો છે તેને અત્રે નિર્દોષ કરવો આવશ્યક છે. . ભગવાને ક્ષાત્રધર્મ સમજાવતાં કહ્યું છે કે, યુદ્ધમાં લાખ જીવોની હત્યા કરી જે કોઈ પિતાને વિજયી સમજતો હોય તો તે અંધારામાં છે. મનુષ્ય ભલે બહારના બધા શત્રુઓને જીતી લે, પરંતુ પોતાની જાતને જીતવી એ જ બહુ મુશ્કેલીનું કામ છે. જ્યાં સુધી પિતાના આત્મા ઉપર વિજય પ્રાપ્ત થતી નથી, ત્યાં સુધી બધાં યુદ્ધોની જડ કાયમ રહે છે, તેનું યુદ્ધ કઈ દિવસ બંધ થઈ શકતું નથી; વૈર પ્રતિવૈરની પરંપરા ચાલુ જ રહે છે. આત્માને જીતવાનો શો અર્થ છે?—પિતાની પાંચે ઈદ્રિયને વશ કરી જિતેન્દ્રિય બનવું, ક્રોધને ક્ષમા દ્વારા પરાજિત કરો, માનને નમ્રતા દ્વારા પરાજિત કરવું, માયાને સરળતા દ્વારા જીતવી અને લેભને સંતોષ દ્વારા દબાવી દેવો તથા દુર્જન વાનરપ્રકૃતિવાળા મનને પિતાના વશમાં કરી લેવું, એ જ ખરો આત્મવિજ્ય છે. આવા આત્મવિજયમાં જ્યારે વિશ્વ તન્મય –મસ્ત બનશે, ત્યારે જ સ્થાયી શાંતિની પ્રતિષ્ઠા થઈ શકશે; નહિ તો પછી એક યુદ્ધને દબાવી નવા યુદ્ધના બીજને વાવવા જેવું જ બનશે. વીરાની વીરતા સુખશીલતાના ત્યાગમાં અને કામનાઓને શાંત કરી અનાસક્તભાવે રહેવામાં જ રહેલી છે. નિર્દોષ પ્રાણીઓની હત્યા કરી વૈભવ વધારવાનું પરાક્રમ કરવું એ તો કેવળ બંધનને જ હેતુ છે. અહિંસક માગ ભગવાન મહાવીરનો આ ઉપદેશ આમ તો સીધો સરલ જણાય છે, પરંતુ તેને જીવનમાં ઉતારો તેટલું જ મુશ્કેલ છે. એ જ કારણ છે કે વારંવાર થતાં ભયંકર યુદ્ધોનાં દુષ્પરિણામો જોવા છતાં લેકે યુદ્ધ છેડી શકતા નથી, અને અહિંસાના માર્ગને અપનાવવાને બદલે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225