________________
ભગવાન મહાવીર
૧૪૯ કાર્ય હેય, એમ વ્યવહારમાં જોવાય છે. ભગવાન પણ ક્ષત્રિય હતા. એટલા માટે તેમણે જે ક્ષત્રિયધર્મ–સંસારમાં સ્થાયી શાંતિની પ્રતિષ્ઠા કરનાર ક્ષાત્રધર્મ–શીખડાવ્યો છે તેને અત્રે નિર્દોષ કરવો આવશ્યક છે. . ભગવાને ક્ષાત્રધર્મ સમજાવતાં કહ્યું છે કે, યુદ્ધમાં લાખ જીવોની હત્યા કરી જે કોઈ પિતાને વિજયી સમજતો હોય તો તે અંધારામાં છે. મનુષ્ય ભલે બહારના બધા શત્રુઓને જીતી લે, પરંતુ પોતાની જાતને જીતવી એ જ બહુ મુશ્કેલીનું કામ છે. જ્યાં સુધી પિતાના આત્મા ઉપર વિજય પ્રાપ્ત થતી નથી, ત્યાં સુધી બધાં યુદ્ધોની જડ કાયમ રહે છે, તેનું યુદ્ધ કઈ દિવસ બંધ થઈ શકતું નથી; વૈર પ્રતિવૈરની પરંપરા ચાલુ જ રહે છે. આત્માને જીતવાનો શો અર્થ છે?—પિતાની પાંચે ઈદ્રિયને વશ કરી જિતેન્દ્રિય બનવું, ક્રોધને ક્ષમા દ્વારા પરાજિત કરો, માનને નમ્રતા દ્વારા પરાજિત કરવું, માયાને સરળતા દ્વારા જીતવી અને લેભને સંતોષ દ્વારા દબાવી દેવો તથા દુર્જન વાનરપ્રકૃતિવાળા મનને પિતાના વશમાં કરી લેવું, એ જ ખરો આત્મવિજ્ય છે. આવા આત્મવિજયમાં જ્યારે વિશ્વ તન્મય –મસ્ત બનશે, ત્યારે જ સ્થાયી શાંતિની પ્રતિષ્ઠા થઈ શકશે; નહિ તો પછી એક યુદ્ધને દબાવી નવા યુદ્ધના બીજને વાવવા જેવું જ બનશે.
વીરાની વીરતા સુખશીલતાના ત્યાગમાં અને કામનાઓને શાંત કરી અનાસક્તભાવે રહેવામાં જ રહેલી છે. નિર્દોષ પ્રાણીઓની હત્યા કરી વૈભવ વધારવાનું પરાક્રમ કરવું એ તો કેવળ બંધનને જ હેતુ છે.
અહિંસક માગ ભગવાન મહાવીરનો આ ઉપદેશ આમ તો સીધો સરલ જણાય છે, પરંતુ તેને જીવનમાં ઉતારો તેટલું જ મુશ્કેલ છે. એ જ કારણ છે કે વારંવાર થતાં ભયંકર યુદ્ધોનાં દુષ્પરિણામો જોવા છતાં લેકે યુદ્ધ છેડી શકતા નથી, અને અહિંસાના માર્ગને અપનાવવાને બદલે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org