________________
ભગવાન મહાવીર
સુખની નવી કલ્પના
ખરી વાત તે એ છે કે, યજ્ઞયાગ, પૂજા-પાઠ આદિ બધાં ધાર્મિક કહેવાતાં અનુષ્ઠાનેાનું પ્રયાજન સાંસારિક વૈભવેાની વૃદ્ધિ કરવી એમ સામાન્યતઃ લેાકેા સમજતા હતા. કામજન્ય સુખ ઉપરાંત આત્મિક સુખના અસ્તિત્વની અને તેની ઉપાદેયતાની કલ્પના તે વખતના આરણ્યક ઋષિઓમાં પ્રચલિત હતી; પરંતુ તે આરણ્યક ઋષિએને અવાજ સાધારણ જનતાના કાન સુધી પહોંચી શકો ન હતા. આત્મિક સુખની કલ્પના એક ધાર્મિ`ક ગૂઢ રહસ્યરૂપ હતી. આ કલ્પનાના અધિકારી અમુક તપસ્વી ઋષિએ જ હતા, પરંતુ ભગવાન મહાવીરને તે ધાર્મિક ગૂઢ રહસ્યને જનતાની સમક્ષ પ્રગટ કરી દેવું યેગ્ય લાગ્યું. એટલે તેમણે તે ધર્માંતત્ત્વને ગુફામાં બંધ કરી ન રાખતાં તેને વિશ્વમાં પ્રચાર કર્યાં.
ભગવાન મહાવીરે તે! સ્પષ્ટ જ કહી દીધું છે કે સાંસારિક સુખ કે કામજન્ય સુખ, એ વાસ્તવમાં સુખ નથી, પણ દુ:ખ છે. જેનું પવસાન દુ:ખમાં થાય તેને સુખ જ કેમ કહી શકાય? કામની વિરક્તિમાં જે સુખ મળે છે, તે સ્થાયી હેાવાથી ઉપાદેય છે. પ્રત્યેક કામભેગ વિષરૂપ છે, શલ્યરૂપ છે. ઇચ્છા આકાશની માફ્ક અને ત હોવાથી તેની પૂર્તિ કરવી સંભવિત નથી. લેાભી મનુષ્યને ગમે તેટલું મળે, અરે! સમસ્ત સંસાર પણ તેને આધીન કરી દેવામાં આવે, તેપણ તેની તૃષ્ણાનેા છેડે આવવાના નથી. એટલા માટે અકિચનતામાં જે સુખ છે તે કામબાગાની પ્રાપ્તિમાં નથી.
૧૪૭
જ્યારે સુખની આ નવી કલ્પના જ ભગવાન મહાવીરે જનસમાજ સમક્ષ રજૂ કરી ત્યારે ક્ષણિક સુખનાં સાધનભૂત ગણાતાં ચજ્ઞયાગ। તથા પૂજા-પાઠોનું ધાર્મિ†ક અનુષ્ઠાનેામાં કોઈ સ્થાન જ રહેવા ન પામ્યું. તેના સ્થાને ધ્યાન, સ્વાધ્યાય, અનશન, રસરિ ત્યાગ, વિનય, સેવા—આ ભિન્નભિન્ન પ્રકારની તપશ્ચર્યાએનેા ધાર્મિક અનુષ્ઠાના રૂપે પ્રચાર થાય એ સ્વાભાવિક હતું,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org