________________
૧૩૬
જૈનધર્મચિંતન સાધનામાં યજ્ઞનું સ્થાન મુખ્ય હતું. આ યજ્ઞયાગમાં વેદમંત્રોના પાઠ સાથે અત્યધિક માત્રામાં હિંસા થતી હતી. વેદમંત્રોની ભાષા સંસ્કૃત હોવાને કારણે લોકભાષા પ્રાકૃત આદિને અનાદર થાય એ સ્વાભાવિક હતું. વેદના મંત્રોમાં ઋષિઓએ કાવ્યગાન કરેલ છે. સુખસાધનો પૂરાં પાડનારી પ્રકૃતિને ધન્યવાદ આપવામાં આવેલ છે. ઋષિઓએ અનેક પ્રકારના દેવતાઓની સ્તુતિ કરેલ છે અને પોતાની આશા-નિરાશાઓ વ્યક્ત કરેલ છે. આ જ મંત્રોના આધારે યોની સૃષ્ટિ થયેલ છે. આ કારણે મોક્ષ, નિર્વાણ, આત્યંતિક સુખ કે પુનર્જન્મના ચક્રને કાપી નાખવાની વાતને તેમાં અવકાશ નથી. ધર્મ, અર્થ અને કામ આ ત્રણ પુરુષાર્થોની સિદ્ધિની આસપાસ જ ધાર્મિક અનુષ્ઠાનોની સૃષ્ટિ થયેલી હતી. - આ પરિસ્થિતિનો સામનો તો ભગવાન મહાવીરની પહેલાં જ શરૂ થઈ ગયો હતો, જેને આભાસ આપણને આરણ્યક અને પ્રાચીન ઉપનિષદોમાંથી પણ મળી આવે છે. પરંતુ ભગવાન મહાવીરે જે ક્રાંતિ કરી અને તેમાં તેમને જે સફળતા મળી તે અદ્ભુત છે. આ જ કારણે આ મહાપુરુષનું નામ આ જ સુધી લાખો-કરોડો લોકોની જીભ ઉપર રમી રહ્યું છે.
સંક્ષિપ્ત ચરિત્ર ભગવાન મહાવીરને જન્મ ક્ષત્રિયકુડપુરમાં (વર્તમાન બસાડ ગામમાં પટનાથી થોડા માઈલ દૂર) થયો હતો. તેમના પિતાનું નામ સિદ્ધાર્થ અને માતાનું નામ ત્રિશલા હતું. તેમના પિતા જ્ઞાતૃવંશના ક્ષત્રિય હતા. તેઓ ઠીક પ્રભાવશાળી વ્યક્તિ હોવા જોઈએ, કારણ કે તેમનાં પત્ની ત્રિશલાદેવી વૈશાલીના અધિપતિ ચેટકની બહેન થતાં હતાં. ચેટકની સાથેના આ સંબંધને કારણે તત્કાલીન મગધ, વત્સ, અવંતી આદિના રાજાઓની સાથે પણ તેમને સ્નેહસંબંધ બંધાય હોય એ સ્વાભાવિક છે; કારણ કે ચેટકની પુત્રીઓનો વિવાહસ બંધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org