________________
જૈનધર્મચિંતન तुम बिन मैं व्याकुल भयो जैसे जल बिन मीन । जन्म जरा मेरी हरो करो मोहि स्वाधीन ॥११॥"
[ઝિનવાળીસંપ્રદ, વૃ૦ ૬૪} - કવિને પિતાને કર્મબંધ કાપવાની અભિલાષા તો છે, પણ એને માટે જિનેન્દ્રદેવના વંદન સિવાય એને બીજો માર્ગ સૂઝતો નથી, એનું કારણ ભક્તિ છે. એને એ વિશ્વાસ છે કે ભગવાન જ અનાથેના નાથ છે, અને પોતે અનાથ છે : આ માન્યતા જૈન સિદ્ધાંતને અનુરૂપ નથી; કારણ કે જૈન દર્શન કોઈને કોઈનો નાથ નથી માનતું, પણું માર્ગદર્શક માને છે, તીર્થકર માને છે. કવિની સ્વાધીન થવાની ભાવના, એ જૈન ભાવના છે, પણ એને માટે વ્યાકુળતાનું કારણ પિતાની નિષ્ક્રિયતા હોવું જોઈએ, નહીં કે ભગવાનને વિરહ.
(૨) ઈશ્વરકૃપાથી સર્વ સિદ્ધિ ભક્તિભાગી બધા સંપ્રદાયોએ ઈશ્વરકૃપાને ઘણું વધારે મહત્ત્વ આપ્યું છે. જૈન દર્શનમાં તો કાલલબ્ધિને પરિપાક માનવામાં આવેલ છે. જ્યારે જીવને કાલલબ્ધિ થાય છે ત્યારે એ સન્માર્ગનો અધિકારી થાય છે. મિથ્યાત્વને કારણે જીવ અનાદિકાળથી સંસારમાં ભ્રમણ કરે છે. જ્યારે સન્માર્ગ પર આવવાનો એનો સમય પાકી જાય છે, ત્યારે જ એનું મિથ્યાત્વ દૂર થાય છે. જેમ નદીના પ્રવાહમાં પડેલો ખરબચડો પથ્થર ઘસાતો ઘસાતો, અમુક વખત જતાં, ગોળ અને સુંવાળે થઈ જાય છે, એ જ રીતે જીવ પણ સંસારમાં રખડપટ્ટી કરતો કરતો એવા કાળમાં પહોંચી જાય છે જ્યારે, બીજી સામગ્રી મળી આવતાં, એ સન્માર્ગ તરફ પ્રયાણ કરે છે. પણ ભક્તિમાર્ગમાં આ કાલિબ્ધિને સ્થાને ઈશ્વરકૃપા માનવામાં આવેલ છે. બધીય, સામગ્રી મળી હોય, પણ ઈશ્વરની કૃપા વગર બધું નકામું થઈ જાય છે. આનો અર્થ એ કે, પિતાનો પ્રયત્ન પણ ત્યારે જ સફળ થાય, જ્યારે ઈશ્વરકૃપા હોય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org