________________
૧૨૬
જૈનધર્મચિંતન ભક્તામર અને કલ્યાણુમંદિર જેવાં નિત્યપાઠનાં સ્તોત્રમાં પણ આ પ્રસાદતત્વ પ્રગટ થયેલું જોવાય છે.
(૩) મુક્તિમાં પણ વૈષમ્ય મેજૂદ રહે છે
ભકિત માગી સંપ્રદાય માને છે કે મુક્તિમાં પણ દાસ્યભાવ ચાલુ રહે છે. ઈશ્વર અને ભક્ત બન્નેના જીવનમાં મેગ્યતા તે -એક સરખી છે—અને બ્રહ્મરૂપ છે–છતાં પણ ઈશ્વર ઈશ્વર જ છે, અને ભક્ત એને દાસ છે. આથી ઊલટું, જૈન દર્શન પ્રમાણે મુક્ત છેવો વચ્ચે આવો કેઈ ભેદ નથી; બધાય સરખા છે. જેનોની દાર નિક માન્યતા આવી હોવા છતાં કેટલાક જૈન આચાર્યોએ દુનિયામાં પિતાને બીજું કશું નહીં, પણ ભવોભવ તીર્થકરની ભક્તિ જ મળે એવી કામના કરી છે. ખરી રીતે મિક્ષ સિદ્ધિ જ ધ્યેય બનવું જોઈતું હતું, ભક્તિ નહીં; તેથી જ, આપણે જોઈએ છીએ કે, કેટલાક જૈન ભક્ત કવિઓએ એમ સ્પષ્ટ રૂપે કહ્યું છે કે હે પ્રભુ! જ્યાં લગી મોક્ષ ન મળે ત્યાં લગી મને આપની ભક્તિ જ મળે, એ જ પ્રાર્થના છે. એક કવિએ તે સ્પષ્ટ કહ્યું કે “મુવનત્રયપૂૌsé જિનેન્દ્ર तव दर्शनात् । [ जिनवाणीस ग्रह, पृ० २२]
(૪) ભગવાન જ જીવનું શરણ છે ભગવાન જ જીવનું શરણ છે, આ પણ બધાય ભક્તિભાગીએને સિદ્ધાંત છે. પ્રપત્તિ(શરણાગતિ)ને નામે આનું વર્ણન મળે છે. સાધનાના બે ભાગ છે : એક તો પોતાના પ્રયત્નને, જેવી રીતે વાંદરાનું બચ્ચું પિતાની માને પકડી રાખે છે, અને બીજો માર્ગ બીજાના પ્રયત્નને, જેમ બિલાડી પિતાના બચ્ચાને મેથી પકડે છે. ભક્તોએ આ બીજો ભાગ જ અપનાવ્યું છે. એ તે ભગવાનને, પિતાનું સર્વસ્વ સમર્પિત કરીને એમનું શરણ સ્વીકારે છે. ભગવાન
જ પિતાની કૃપાથી ભક્તોને મુક્ત કરે છે. એકાંતિક ભક્તિ કે આસ્થા ‘ઉત્પન્ન થયા પછી જીવને કશું કરવાનું બાકી નથી રહેતુ; ભગવાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org