________________
ભગવાન મહાવીર
શ્રમણસંસ્કૃતિ અને ઈશ્વર શ્રમણ સંસ્કૃતિની જ એ ખાસ વિશેષતા છે કે તેમાં પ્રાકૃતિક, આધિદૈવિક દેવો કે નિત્યમુક્ત ઈશ્વરને “કર્તા” તરીકેનું સ્થાન આપવામાં આવ્યું નથી, તેમાં તે એક સામાન્ય મનુષ્ય જ પોતાનો ચરમ વિકાસ સાધી સાધારણ જનતાને માટે જ નહિ પણ દેવોને માટે પણ પૂજ્ય બની જાય છે. એટલા જ માટે શ્રમણ સંસ્કૃતિમાં ઇન્દ્રાદિ દેવેનું સ્થાન પૂજક તરીકેનું છે, પૂજ્ય તરીકેનું નહિ. ભારતવર્ષમાં રામ અને કૃષ્ણ જેવા મનુષ્યોની પૂજા બ્રાહ્મણ સંસ્કૃતિમાં થવા તો લાગી, પણ બ્રાહ્મણોએ તેમને કેવળ મનુષ્ય, શુદ્ધ મનુષ્ય રહેવા ન ‘દીધાતેમનો સંબંધ મુક્ત ઈશ્વરની સાથે જોડી દીધો. તેમને ઈશ્વરના અવતારરૂપે માનવા લાગ્યા; પણ આથી વિરુદ્ધ શ્રમણસંસ્કૃતિના મહાવીર પૂર્ણ પુરુષ અથવા મનુષ્ય જ રહ્યા. તેમને નિત્ય–બુદ્ધ, નિત્ય મુક્તરૂ૫ ઈશ્વર માનવામાં ન આવ્યા, કારણ કે શ્રમણસંસ્કૃતિમાં સર્વ કર્તા ઈશ્વર છે, એવા નિત્ય ઈશ્વરને કેાઈ સ્થાન જ નથી.
અવતારવાદને નિષેધ એક સામાન્ય મનુષ્ય જ જ્યારે પોતાના ગુણકર્માનુસાર અવતાર ધારણ કરે છે ત્યારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org