________________
૧૩૦
જૈનધર્મચિંતન જૈન દષ્ટિએ ભક્તિનું રહસ્ય આચાર્ય દેવચંદ્રજીએ, પિતાના ઋષભજિન સ્તવનમાં, ભક્તિનું જૈન દૃષ્ટિએ જે વિવેચન કર્યું છે, એને આધારે અહીં જૈન ભક્તિ અંગે સ્પષ્ટીકરણ કરવામાં આવે છે.
આચાર્ય દેવચંદ્રજીનું કહેવું છે કે મનુષ્યસ્વભાવમાં પ્રીતિનું તત્ત્વ તો રહેલું જ છે. જ્યાં સુધી પ્રીતિનું આલંબન કોઈ પણ દુન્યવી પદાર્થ હોય છે, ત્યાં સુધી જીવની ઉન્નતિને સંભવ નથી. એટલા માટે પ્રીતિનું આલંબન બદલવું જોઈએ. જે વીતરાગને પ્રીતિનું આલંબન બનાવવામાં આવે તો ભક્તિને સ્થાન મળી જાય છે, પણ સવાલ એ છે કે વીતરાગ તીર્થકર અને જીવની વચ્ચે પ્રીતિ કેવી રીતે સંભવે ? કારણ કે તીર્થકર તે સિદ્ધ થઈ ગયા છે, અને શુદ્ધ છે; અને જીવ તિ સંસારમાં રહેલું છે, અને અશુદ્ધ છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ કે ભાવની દૃષ્ટિએ બન્નેના મેળાપને સંભવ જ નથી. સંદેશો મેકલીને પણ પરિચયનો સંભવ નથી; કેમ કે જે કોઈ ભગવાનની પાસે જાય છે, એ પણ ભગવાનના જેવો જ બની જાય છે, અને ખબર આપવા પાછો આવતે નથી! એક બીજી પણ મુશ્કેલી એ છે કે પ્રતિ એક પક્ષથી તો થઈ જ નથી શકતી. જીવ, જે પ્રીતિ કરવા ચાહે છે, તે રાગી છે; પણ એ જેની સાથે પ્રીતિ કરવા ઈચ્છે છે, તે વીતરાગે છે. રાગી તો ગમે તે રીતે પ્રીતિ કરી લે છે, પણ વીતરાગને કેવી રીતે મનાવી શકાય ? આ તો એકપક્ષી પ્રીતિ થાય. સંસારમાં જે પ્રીતિ જોવામાં આવે છે, એ ઉભયપક્ષી અને રાગમૂલક હેાય છે; અને એક પક્ષમાં રાગ હોવાથી વીતરાગની સાથે પ્રીતિ કરવાની વાત વિલક્ષણ હોવાને લીધે જ લેકોત્તર છે. એના લકત્તરપણાનું એક બીજું પણ કારણ છે. જીવને જેવી પ્રીતિનો અભ્યાસ છે, એથી તે એને સંસારની જ વૃદ્ધિ થાય છે, કેમ કે એથી નવાં કર્મોને જ બંધ થાય છે. પણ વીતરાગ તરફ જે રાગ છે, તે એવો નથી હોતો કે જેને લીધે સંસાર વધે. ભક્ત પ્રીતિ કરીને ભગવાનન્ય પાસે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org