________________
૯૮
જૈનધમ ચિ’તન
માન્યું છે એને આધાર લઈ ને વિચાર કરીએ તે એક વાત સ્પષ્ટ છે કે ભગવાન મહાવીર અનેકાંતવાદી હતા. તેઓ પોતે નગ્ન હતા, છતાં તેમના શ્રમણુસંધમાં માત્ર નગ્ન ભિક્ષુએ જ હતા એવું માનવાને કારણ નથી. જેઓ સર્વથા નગ્ન ન થઈ શકતા, તેને મર્યાદિત વસ્ત્રો વાપરવાની છૂટ હતી. વળી, પાર્શ્વના અનુયાયી શ્રમણા જ્યારે મહાવીર્ પાસે દીક્ષા લે છે, ત્યારે પુનઃ પાંચ મહાવ્રતાના ગ્રહણની વાત આવે છે, પણ તેમાં વેશપરિવર્તનના ઉલ્લેખ નથી. અને તે તે વસ્ત્ર પહેરતા હતા એ શાસ્ત્રથી સિદ્ધ છે. સ્વયં દિગંબરેાના પ્રાચીન આગમ ષખંડાગમમાં સ્ત્રીને ચૌદ ગુણસ્થાન હેાવા વિષે સ્વીકારાયું છે. એટલે માની શકાય કે સ્ત્રીને મેક્ષ નથી એ માન્યતા પાછળથી દિગબરાચાર્યાએ અપનાવી છે. આ જ કારણે નવમી શતાબ્દીમાં થનાર ધવલા ટીકાકારે મૂળ આગમને અય કરવામાં મુશ્કેલી અનુભવી છે; અને આધુનિકાએ તે એ પાનું જ પરિવર્તન કરવાનું ઉચિત માન્યું છે ! આ હકીકતા એ બતાવવા પૂરતી છે કે ભગવાન મહાવીરના મામાં જ્યારે વસ્ત્રની અનિવાર્યતાનું સમર્થન અને સર્વથા ત્યાજ્યતાનું સમન જેમ જેમ ઉત્તરેત્તર વધ્યું હશે તેમ તેમ અને મા ધરાવનારા વર્ગોના મનમેળ ઘટતા ચાલ્યા હશે અને ક્રમે કરી જુદા સંપ્રદાયે! બન્યા હશે. શાસ્ત્ર સુરક્ષિત છે એમ કહેનાર કરતાં શાસ્ત્રા જ નષ્ટ થઈ ગયાં છે એમ કહેનાર દિગંબરમા મૂળ માથી જુદા પડે છે એ સમજવું મુશ્કેલ નથી. શ્વેતાંબરામાં ખાદ્ય આચારની ઉત્કટતા ભલે ન હાય, પણ ગમે તેમ કરીને પણ, પેાતાના મતથી વિરુદ્ધ જનાર એવાં પણ રસાસ્ત્રોનું સંરક્ષણ તે! તેમણે કર્યુ છે, એ હકીકત છે. અને એ જ હકીકત તેમને મૂળપ્રવાહ સાથે ગાઢ સબંધ જોડી રાખે છે. તેમણે પેાતાના આચારને પાષવા માટે શાસ્ત્ર અને લોકાચારના આશ્રય લીધેા એ ખરું, પણ દિગબરાની માફક એમ તે ન જ કહ્યું કે એ શાસ્ત્રો જ અમને માન્ય નથી. શાસ્ત્રોની ટીકાઓમાં એમણે મન ફાવતા અપવાદો ઉમેર્યાં, પણ મૂળ પાઠાને તે યથા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org