________________
૧૦૮
જૈનધર્મચિંતન આગમમાં ભિક્ષુને આ પ્રકારને ઉપદેશ મળ્યું હોય અગર મળવા સંભવ હોય એમ નથી લાગતું. ત્યાં વિહારને ઉદ્દેશ પ્રચાર નહિ પણુ આત્મસાધના છે. એક ઠેકાણે રહેવાથી આસપાસનાં લોકે અને સ્થાનેમાં મેહ બંધાય છે, માટે સ્થાનપરિવર્તન આવશ્યક છે. એવી ધારણ વિહાર પાછળ છે, અને પ્રચાર એ વિહારનું આનુષંગિક ફળ છે, નહિ કે મુખ્ય. પણ બુધે તો સ્પષ્ટ આદેશ જ આવે છે કે નાની નાની ટોળીઓ બનાવીને ભિક્ષુઓ ધર્મપ્રચારનું નિમિત્ત લઈ વિહાર કરે. આને કારણે બૌદ્ધધર્મ થોડી શતાબ્દીઓમાં એશિયા- વ્યાપી બને, જ્યારે જૈનધર્મનું મુખ્ય ધ્યેય પ્રચાર નહિ પણ આત્મસાધના હોઈ એને એ રીતે પ્રચાર થઈ શક્યો નહિ. બુદ્ધે ઉપદેશેલી ચારિકા ભારતમાં જયારથી બંધ પડી, સ્થાયી વિહારમાં જ એકત્ર થઈ ભિક્ષુઓ રહેવા લાગ્યા, તેમનામાં શિથિલાચાર વધ્યો, મુસલમાની જમાનામાં વિહારોને સરળતાથી નાશ કરવામાં આવ્યો, અને બૌદ્ધ વિદ્વાનોએ પરદેશને આશ્રય શો, ત્યારથી ભારતમાં ક્રમે ક્રમે બૌદ્ધધર્મનો હાસ થયો. આત્મસાધના કરતાં પ્રચાર ઉપર વધારે અવલંબતો બૌદ્ધધર્મ ભારતમાં ઊંડાં મૂળ નાખી શક્યો નહિ, જ્યારે જૈનધર્મનાં તો પ્રાચીન કાળથી ઊંડાં મૂળ નંખાયાં હતાં. વળી, તે આત્મસાધના સાથે જ પ્રચારને પણ ધીરે ધીરે મહત્ત્વ આપતો , તે એટલે સુધી કે, પ્રચારની સામે આત્મસાધના પણ ગૌણ બની ગઈ આ કારણે તે ભારતવ્યાપી થઈ ગયે; પણ જેટલા પ્રમાણમાં આત્મસાધનાની કચાશ આવતી ગઈ, તેટલા પ્રમાણમાં કેવળ પ્રચારને બળે તે સર્વત્ર ટકી શક્યો નહિ; વિરોધીઓનું પ્રચારબળ તેથી વધારે પ્રબળ હતું, એટલે આજે જૈનધર્મ ભારતવ્યાપી પણ નથી.
પ્રચારનાં આંતરિક કારણે જેન–બૌદ્ધ ધર્મના પ્રચારનાં બાહ્ય કારણોની સાથે સાથે એની આતરિક નિષ્ઠા અને માન્યતા વિષે પણ વિચાર કરવો આવશ્યક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org