________________
૧૧૮
જૈનધમ ચિંતન
સ્થાપના કરી શકે છે. આ વાતને જ વ્યક્ત કરતાં અમિતગતિ આચાયે કહ્યું છે કે
' स्वयं कृतं कर्म यदात्मना पुरा फलं तदीयं लभते शुभाशुभम् । परेण दत्तं यदि लभ्यते स्फुटं स्वयं कृतं कर्म निरर्थकं तदा ॥ निजार्जितं कर्म विहाय देहिनो न कोऽपि कस्यापि ददाति किञ्चन । विचारयन्नेवमनन्यमानसः परो ददातीति विमुञ्च शेमुषीम् ॥”
કનાશની પ્રક્રિયામાં મુખ્ય સ્થાન સંયમનું છે; બાકી બધી વસ્તુ, જો એ સયમને વધારવામાં ઉપયોગી હોય તે, એનું સાધનાના માર્ગમાં સ્થાન છે, નહીં તેા નહી. બધાય જીવામાં સમભાવ કેળવીને કોઈને પણ દુઃખ પહેોંચે એવી પ્રવૃત્તિ ન આદરવી, એ જ સંયમ છે. આમાંથી જ નિમ્મભાવ અને નિરહંકારભાવ નિષ્પન્ન ચવાથી વિશ્વમૈત્રીને! સાક્ષાત્કાર થશે. ત્યારે વીતરાગભાવની પુષ્ટિ ( પૂર્ણતા ) થવાથી જીવ સિદ્ધ થઈ જાય છેઃ આ જ એની સાધનાની
પરાકાષ્ઠા છે.
(૩) મુક્ત વેામાં વૈષમ્ય નહી—જ્યારે જીવ સિદ્ધ થઈ જાય છે, ત્યારે એને માટે કેાઈ ઉપાસ્ય–આરાધ્ય નથી રહેતું. પેાતાથી પહેલાં થયેલા સિદ્ધોમાં અને એના પોતાનામાં કોઈ જાતનેા સ્વરૂપભે નથી રહેતા; અર્થાત્ બધાય સિદ્ધ વા સમાન હેાય છે, અને બધાય પેાતપેાતાના સ્વરૂપમાં રમણ કરે છે.
(૪) સિદ્રો કોઈનું ભલું-ભૂંડું નથી કરતા—જ્યારે જીવ સિદ્ધ થઈ જાય છે ત્યારે સંસારી જીવે। સાથે એને સબંધ છૂટી જાય છે. સાંખ્ય દર્શનના પુરુષની જેમ પછી એ માત્ર સંસારને દ્રષ્ટાજ રહે છે. એનામાં સંસારી જીવેા પ્રત્યે કશું કરવાપણુ નથી રહેતું. તેથી એની કૃપા કે એના પ્રસાદથી વેાના ઉદ્ધારની અને એના કાપથી એમની ક્રુતિની સંભાવના જ નથી રહેતી. સિદ્દોથી જીવ જો કંઈ લાભ મેળવવા ઇચ્છે તે એ એટલું જ કરી શકે કે સિદ્ધના
Jain Education International
For Private & Personal Use Only
C
www.jainelibrary.org